Not Set/ ઓમાનના સલાલા બંદરે 4 ગુજરાતી યુવાનોના ગૂંગળાઈ જવાથી મોત

ચાર મહિના પૂર્વે ઓમાનના સલાલા બંદરે દરિયાઈ તોફાનમાં ડૂબી ગયેલા વહાણમાંથી પાણી બહાર કાઢતા સમયે ગેસ ગળતર થતા દ્વારકા જિલ્લાના સલાયાના ચાર યુવાનોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ચાર યુવાનોના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી તેમજ નાનકડા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, વાલિદ નામનું જહાજ ચારેક માસ પૂર્વે પાણીમાં ગરક થઇ ગયું હતું. જેને […]

Top Stories Gujarat Others

ચાર મહિના પૂર્વે ઓમાનના સલાલા બંદરે દરિયાઈ તોફાનમાં ડૂબી ગયેલા વહાણમાંથી પાણી બહાર કાઢતા સમયે ગેસ ગળતર થતા દ્વારકા જિલ્લાના સલાયાના ચાર યુવાનોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ચાર યુવાનોના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી તેમજ નાનકડા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, વાલિદ નામનું જહાજ ચારેક માસ પૂર્વે પાણીમાં ગરક થઇ ગયું હતું. જેને બહાર કાઢવા દરમિયાન પમ્પ દ્વારા પાણી બહાર કાઢી રહ્યા હતા. તે દરમિયાન ગેસ ગળતર થતા ચારેય યુવાનોના ગૂંગળામણના કારણે મોત થયા હતા.

આ ચાર યુવાનો કિસન વિમલભાઈ ટીંબરવારા (24), અક્ષય વિમલભાઈ ટીંબરવારા (22), મૌસીમ જબાર કેર (23) અને હમિદ સલું મોદી (40)  ને બહાર કાઢી સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તબીબે ચારેયને મૃત જાહેર કર્યા હતા.