Not Set/ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત મોકૂફ

અમદાવાદ: Congress ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા. 16 અને 17 જુલાઇના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રની મુલાકાતે આવવાના હતાં. પરંતુ સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને કારણે આ મુલાકાતના કાર્યક્રમને હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી સૌરાષ્ટ્રની મુલાકાત લેવાના હતાં. જો કે હવે રાહુલ ગાંધીના નવા પ્રવાસ કાર્યક્રમની તારીખ આગામી ટૂંક […]

Top Stories Ahmedabad Gujarat Others Trending Politics
Congress President Rahul Gandhi's Gujarat visit postponed

અમદાવાદ: Congress ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા. 16 અને 17 જુલાઇના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રની મુલાકાતે આવવાના હતાં. પરંતુ સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને કારણે આ મુલાકાતના કાર્યક્રમને હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી સૌરાષ્ટ્રની મુલાકાત લેવાના હતાં. જો કે હવે રાહુલ ગાંધીના નવા પ્રવાસ કાર્યક્રમની તારીખ આગામી ટૂંક સમયમાં ફરીથી નક્કી કરવામાં આવશે.

રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીની રણનીતિના ભાગરૂપે 16 અને 17 જુલાઇ બે દિવસ સૌરાષ્ટ્રની મુલાકાતે આવવાના હતાં. જ્યાં તેઓ ખેડૂતો અને કામદારોની મુલાકાત લેવાના હતાં.

આ કાર્યક્રમ અંતર્ગત તેઓ ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી ગામ ખાતે પાવર પ્લાન્ટ માટે જેમની જમીન સંપાદન કરવામાં આવી છે તેવા અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લેવાના હતા. આ ઉપરાંત અહી જ મેથળા બંધારા બાંધનારા ખેડૂતોની સાથે ચર્ચા કરવાના હતા. ત્યાર બાદ અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ખાતે કામદારો અને શીપબ્રેકરો-વેપારીઓ સાથે સંવાદ કરવાના હતાં.

લોકસભા ૨૦૧૯ની તૈયારી રૂપ માનતી હતી ગુજરાત મુલાકાત 

રાહુલ ગાંધીની ગુજરાત- સૌરાષ્ટ્રની આ મુલાકાત ખાસ કરીને આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે માનવામાં આવી રહી હતી. આ મુલાકાત અંગે એક એવી પણ ચર્ચા ચાલી હતી કે, રાહુલ ગાંધી જાણીતા કથાકાર અને વક્તા મોરારી બાપુ સાથે પણ મુલાકાત કરવાના હતાં. આ મુલાકાતને રાજનીતિમાં એક માસ્ટર સ્ટોક તરીકે પણ જોવામાં આવી રહ્યો હતો.

બીજી મહત્વની બાબત એ છે કે, ભાવનગર જિલ્લાના મહુવા વિધાનસભા બેઠક પર 1998થી સતત ત્રણ વખત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રહેલા ડો. કનુભાઇ કળસરિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. તેની સામે ઘણાં કોંગ્રેસીઓ ભાજપમાં જોડાવવા માટે થનગની રહ્યા છે તેવા સમાચાર છે તેવા સંજોગોમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ગુજરાત મુલાકાતને ઘણી સૂચક માનવામાં આવી રહી છે.