નોંટિઘમ
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતની વનડે સીરીઝની પહેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવી દીધું છે. રોહિત શર્માના 137 રન અને કુલદીપ ની 6 વિકેટને કારણે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ ને હરાવી શકી. ભારત 8 વિકેટ થી જીતી ગયું અને ૨૫ રન આપીને 6 વિકેટ લેનાર કુલદીપ યાદવ ને મેં ઓફ ધ મેચ નો ખિતાબ એનાયત થયો. વિરાટ કોહલીએ પણ 75 રન કર્યા.
આ મેચમાં અમુક ખુબ સુંદર પળો કેપ્ચર થઇ છે જેમાં લવ બર્ડ્સ અનુષ્કા અને કોહલીની અમુક મજેદાર પળો સામે આવી છે. વિરાટની પત્ની અનુષ્કા અને શિખર ધવનની પત્ની આયશા ધવન સાથે મેચ એન્જોય કરી રહી હતી અને જેવી કોહલીએ અડધી સદી ફટકારી કે તરત જ અનુષ્કા ઉભી થઈને તાળીઓ પાડવા લાગી. ત્યારબાદ મેચ જીતી ગયા બાદ પણ અનુષ્કા ઉભી રહીને તાળીઓ પડતી હતી અને વિરાટ સામે જોતી હતી. કોહલીએ જેવું પત્ની સામે જોયું તો અનુષ્કા એને ફ્લાઈંગ કિસ આપવા લાગી. ત્યારબાદ અનુષ્કા એને નીચે આવા માટે પૂછ્યું. ત્યારબાદ ફરી બીજી ફ્લાઈંગ કિસ આપી. સોશિયલ મીડિયા પર આ ફોટો અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે.
જુઓ વિડીયો
https://instagram.com/p/BlJH5-AgPtx/?utm_source=ig_embed
અનુષ્કાને ફ્લાઇંગ કીસ કરતી જોઇને શિખર ધવનની પત્નિ આયેશાએ પણ ફ્લાઇંગ કીસ મોકલી હતી.બંને ક્રિકેટરની ગ્લેમરસ પત્નિઓને સ્ટેડિયમમાં હાજર હજારો પ્રેક્ષકોએ જોઇ અને તાળીઓના ગડગડાટ કર્યા હતા.
ઇંગ્લેન્ડને માત્ર 268 રનમાં આઉટ કરી નાખવામાં કુલદીપ ની 6 વિકેટ મહત્વ ની સાબિત થઇ. 269 રન ના ટાર્ગેટ ને ટીમ ઇન્ડિયા એ 40.1 ઓવર માં માત્ર બે વિકેટ ખોયને હાસિલ કરી લીધો હતો. રોહિત શર્માએ અણનમ 137 રનની ઇંનિગ્સ રમી.
