Not Set/ સુરતમાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ, યુવકની સરાજાહેર છરીના ઘા ઝીંકીને હત્યા

સુરત: સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરાં ઉડાડતી ઘટના બની છે. જેમાં અષાઢી બીજને રથયાત્રાના દિવસે ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં બાઈક પર આવેલા ત્રણ શખ્સો સ્કૂટર સવાર યુવકને સરેઆમ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી હોવાથી બહાર આવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરના […]

Top Stories Gujarat Surat Trending
Question on law and order in Surat, a youth killed in Public

સુરત: સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરાં ઉડાડતી ઘટના બની છે. જેમાં અષાઢી બીજને રથયાત્રાના દિવસે ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં બાઈક પર આવેલા ત્રણ શખ્સો સ્કૂટર સવાર યુવકને સરેઆમ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી હોવાથી બહાર આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરના ઉધના વિસ્તારમાં સરાજાહેર એક યુવકની હત્યા કરવામાં આવી છે. આ અંગેની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે જે રૂટ પર રથયાત્રા પસાર થવાની હતી, તે જ રૂટ પર યુવકની હત્યા કરવામાં આવી છે.

આ યુવકની હત્યા જે વિસ્તારમાં કરવામાં આવી છે તે ઉધના વિસ્તારમાંથી આજે અષાઢી બીજના રોજ રથયાત્રા પસાર થવાની હતી. આ માટે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

એટલું જ નહીં યુવકની હત્યા થઈ છે, તે જગ્યાએથી માત્ર 200 મીટરના અંતરે જ બીઆરસી પોલીસ ચોકી આવી છે. અષાઢી બીજના દિવસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સરા જાહેરમાં જ યુવકની હત્યાની ઘટના બનતા કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે.

સીસીટીવી કેમેરામાં શું ઘટના બની?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ક્લિપમાં સીસીટીવી ફૂટેજમાંથી જોઈ શકાય છે કે, એક બાઇક પર સવાર બે યુવકો અને રસ્તા પર ઉભેલો એક યુવક સ્કૂટી પર રહેલા એક યુવક સાથે કોઈ વાતચીત કરી રહ્યા છે.

અચાનક બાઇક પર બેઠેલો એક યુવક સ્કૂટી પર સવાર યુવકને બે છરીના ઘા મારી દે છે, જયારે રસ્તા પર ઉભેલો અન્ય એક યુવક ઉપરા ઉપરી યુવકના પેટ અને પીઠ પર છરીના બે ઘા મારી દે છે. છરીના ઘા વાગતા જ યુવક જમીન પર ઢળી પડે છે.

સ્કૂટી સવાર યુવક ઢળી પડતાની સાથે જ હુમલો કરનાર ત્રણેય યુવકો એક બાઇકમાં સવાર થઈને ત્યાંથી ફરાર થઈ જાય છે.

આ આખી ઘટના સરા જાહેરમાં બની હતી. જે જગ્યાએ આ હત્યાની ઘટના બની હતી તે રસ્તા પર લોકો તેમજ વાહનોની અવરજવર પણ થઈ રહી હોવાનું જોઈ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.

આ સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા મુજબ આ હુમલો કરનાર ત્રણેય યુવકની ઉંમર 20 થી 25 વર્ષની હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.