Not Set/ કાજોલની નવી ફિલ્મનું પોસ્ટર રીલીઝ,ગુજરાતી નાટક પરથી બની છે આ ફિલ્મ

મુંબઇ બોલીવુડની ચુલબુલી ટેલેન્ટેડ એક્ટ્રેસમાં કાજોલનું નામ લેવું જ પડે. હમણાં ઘણા સમયથી કાજોલ મોટા પડદે જોવા મળતી નથી પરંતું હવે કાજોલના ફેન્સ માટે ખુશખબરી છે. કાજોલની અપકમિંગ મુવી ‘હેલીકોપ્ટર ઇલા’ નું પહેલું પોસ્ટર તેમના એકટર પતિ અજય દેવગણએ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. જેમાં કાજોલ છે. આ ફિલ્મ અજય દેવગણ અને જયંતીલાલ ગડા […]

Uncategorized

મુંબઇ

બોલીવુડની ચુલબુલી ટેલેન્ટેડ એક્ટ્રેસમાં કાજોલનું નામ લેવું જ પડે. હમણાં ઘણા સમયથી કાજોલ મોટા પડદે જોવા મળતી નથી પરંતું હવે કાજોલના ફેન્સ માટે ખુશખબરી છે. કાજોલની અપકમિંગ મુવી ‘હેલીકોપ્ટર ઇલા’ નું પહેલું પોસ્ટર તેમના એકટર પતિ અજય દેવગણએ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. જેમાં કાજોલ છે.

આ ફિલ્મ અજય દેવગણ અને જયંતીલાલ ગડા સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. પ્રદીપ સરકારે આ મુવીને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મની કહાની કઈક એવી છે કે એક મહિલા જે બધી મુશ્કેલીઓ પછી પણ સિંગર બનવા માંગે છે અને સંઘર્ષ કરતી મહિલા પર આધારિત છે આ ફિલ્મ. બોલીવુડમાં હવે જયારે વુમેન સેન્ટ્રીક ફિલ્મો આવી રહી છે ત્યારે ૧૪ સપ્ટેમ્બરે કાજોલ સ્ટારર ફિલ્મ ‘ હેલીકોપ્ટર ઇલા’ રીલીઝ થવાની છે.

https://twitter.com/KajolAtUN/status/1017642441338306562

આ ફિલ્મમાં કાજોલ સાથે રિદ્ધિ સેન પણ નજર આવશે. આ મુવીમાં રિદ્ધિ સેન કાજોલના દીકરાનો રોલ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ રિદ્ધિ સેન નેશનલ અવોર્ડ વિનર છે જેમને બંગાળી ફિલ્મ ‘નગર કીર્તન’ માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળેલો છે.

‘હેલીકોપ્ટર ઇલા’ મુવી એ એક ગુજરાતી નાટક પર આધારિત છે. આનંદ ગાંધીના નાટક ‘બેટા કાગડો’ પર આ આખી મુવી આધારિત છે.