મેષ (અ,લ,ઈ) – ધન સંબંધી કાર્યો થશે. આપને ધનપ્રાપ્તિના અવસરો મળી રહ્યા છે. મનમાં આનંદ પણ છવાઈ રહ્યો છે. સરકારી ક્ષેત્રે સફળતા મળવાની શક્યતા પણ છે. સાથે સાથે આપના સંતાન સંબંધી પણ કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે. આજે તમારી સાથે ન્યાય સંગત કાર્ય થશે. તમારી વાત સાંભળવામાં આવશે. કુલમળીને, આજનો દિવસ હકારાત્મક રહેશે.

વૃષભ (બ,વ,ઉ) – તમારે થોભો અને રાહ જુઓની નીતિ અવનાવવાની રહેશે. તમારું ધાર્યું કદાચ આજે પાર ન પણ પડે. આજે ધનવ્યયના યોગ પણ રચાયેલા છે. ઉઘરાણીના નાણાં ફસાઈ ન જાય તે માટે થોડા સાવધાન રહેજો. આજે બુધવાર છે માટે વિષ્ણુસહસ્રનામના જાપ જપવાથી તમારી મુશ્કેલી હળવી બનશે.

મિથુન (ક,છ,ઘ) – અતિ ઉત્સાહમાં કરાયેલો નિર્ણય આજે તમને થોડી પીડા આપી રહ્યો છે. ધન સંબંધી મુશ્કેલીનો સામનો કરવાનો સમય છે. ખોટા ખર્ચાથી તમે દુર રહેજો. તમારા સહકાર્યકરો આજે તમને જોઈએ તેટલો સહકાર કદાચ ન પણ આપે. જીવનસાથી સાથે તમારે થોડી મતભેદ રહી શકે છે.

કર્ક (ડ,હ) – તમને સારા સમાચાર મળી શકે છે. ધનપ્રાપ્તિના અવસરો પણ મળશે. તમને મળેલું કાર્ય થોડું પડકારજનક હોઈ શકે છે. પણ, તમારે ખૂબ સૂઝબૂઝથી એ કાર્યને આગળ ધપાવવાનું રહેશે. બપોર પછી તમારા માટે આનંદદાયક સમાચાર આવવાની શક્યતા પણ રચાયેલી છે. સ્ત્રી પાત્રો તરફથી તમારા ઉત્સાહમાં વિશેષ ઉમેરો થાય તેમ જણાય છે.

સિંહ (મ,ટ) – નોકરીમાં તમને યશ-માન પ્રાપ્ત થઈ શકે છે. કરેલા કાર્યનો જશ આમ તો લગભગ કોઈને મળતો નથી પણ તમારા માટે આજે યશપ્રાપ્તિનો માર્ગ સરળ થયેલો જણાય છે. આરોગ્યમાં વૃદ્ધિ થતી જણાય છે. ધનપ્રાપ્તિના અવસરો પણ તમારા માટે નિર્માણ પામેલા છે.

કન્યા (પ,ઠ,ણ) – માતાના આરોગ્યમાં સાવધાની રાખજો. જો તમે કોઈપણ પ્રકારના છાતીના દર્દથી પીડાતા હોવ તો આજે વધુ સાવધાની રાખજો. ચેતતો નર સદા સુખી એ ઊક્તિને ધ્યાનમાં રાખજો. તમારાથી આજે કોઈ ગફલત થવાના યોગ રચાયેલા છે માટે કોઈપણ નિર્ણય ઉતાવળે કરશો નહીં.

તુલા (ર,ત) – સંતાન સાથે રકઝક ટાળજો. આજે પરિસ્થિતિમાં કોઈ વળાંક આવી શકે છે. તમારા ધાર્યા કરતા તદ્દન ઉલટી પરિસ્થિતિની રચના થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. કોઈ જૂનું કાર્ય આજે પૂરું થાય અને નવા કાર્યનો આરંભ થવાની શક્યતા પણ રચાયેલી છે. કોઈક આમૂલ પરિવર્તન થાય તો પણ નવાઈ ન પામતા.

વૃશ્ચિક (ન,ય) – ધર્મપ્રવાસના યોગ રચાયેલા છે. કોઈ શુભકાર્ય માટે તમે આયોજન કરો તેવું પણ દર્શાવે છે. તમારા ઘરના વડીલો દ્વારા આશિર્વાદ મળે અને તમારું કાર્ય સિદ્ધ થાય. નવો વેપાર શરૂ કરવાના હોવ તો આજે તમારા માટે પરિસ્થિતિ વધુ સાનુકૂળ છે.

ધન (ભ,ધ,ફ,ઢ) – આજે તમારી ભાષા દ્વારા તમારી જીત થતી જણાય છે. તમારી વાણી સામાપક્ષને વધારે સમજ આપી જતી જણાય છે. ભાગીદારી પેઢીમાં આજે સફળતાનો યોગ છે. જો તમે નોકરી કરતા હશો તો આજે તમને લાભ મળવાની શક્યતા પણ જણાય છે. પરિવારમાં જો કોઈ ઝઘડો ચાલતો હશે તો આજે સમાધાન થવાની પણ શક્યતા રચાયેલી છે.

મકર (ખ,જ) – જમીન-મકાનથી આજે તમને અચાનક લાભ મળતો જણાય છે. ધન પ્રાપ્તિ માટે આશાની એક નવી કિરણ પ્રાપ્ત થતી જણાય છે. જૂની અટકેલી વાતનું આજે નિરાકરણ આવતું જણાય છે. તમારા ઉત્સાહમાં આજે ઘણો વધારો થશે. ધન પ્રાપ્તિના અવસરો આજે મોકળા થશે. જો તમે જમીન-મકાનના કાર્યોમાં જોડાયેલા હશો તો અચાનક નવો ઓર્ડર મળી શકે છે.

કુંભ (ગ,શ,સ,ષ) – આજે કોઈની સલાહ-સૂચના સાંભળવાના યોગ છે. ધર્મ સંબંધી કાર્યો પણ થાય. કોઈ મિટીંગમાં ભાગ લેવાનું બને. ઊચ્ચ પદ ધરાવતા વ્યક્તિ સાથે સંપર્ક વધવાના યોગ રચાયેલા છે. નોકરીમાં તમને પ્રમોશન મળે તો નવાઈ ન પામતા. આજે સંભાવનાઓનો દિવસ કહી શકાય.

મિન (દ,ચ,ઝ,થ) – તમારી આસપાસ અનેક પ્રસ્તાવો છે. તમારે તેમાંથી ધનપ્રાપ્તિનો અવસર શોધવાનો છે. એક સાથે ઘણાં વિકલ્પ આવવાથી શક્ય છે તમે થોડ મૂંઝાઈ જાવ. તમારી નોકરીમાં તમને નવો અવસર મળે. તમારા અધિકારી તમારાથી રાજી થઈ જાય તેવા પ્રસંગો બને. ઘરમાં સંતાનો સાથે સુખમય દિવસ પસાર થાય.

નોંધ – (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
