Not Set/ ઈતિહાસમાં પહેલીવાર ૬ દિવસ બંધ રહેશે પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિર, જાણો શું છે કારણ

તિરુમલા, દેશના સૌથી સમૃદ્ધ અને આંધ્રપ્રદેશના તિરુમલામાં સ્થિત તિરુપતિ બાલાજી મંદિર તેના ઇતિહાસમાં પહેલીવાર ૬ દિવસ માટે બંધ રહેશે. ભગવાન વેંકટેશ્વરના પ્રસિદ્ધ એવા તિરુપતિ મંદિર સાથે જોડાયેલા એક અહેવાલમાં આ માહિતી દર્શાવવામાં આવી છે. પ્રપ્ર માહિતી અનુસાર, આગામી મહિનાની ૯મી ઓગસ્ટથી સાંજે ૬ વાગ્યાથી લઇ ૧૭ ઓગસ્ટની સવાર ૬ વાગ્યા સુધી આ મંદિર બંધ રહેશે. […]

India Trending

તિરુમલા,

દેશના સૌથી સમૃદ્ધ અને આંધ્રપ્રદેશના તિરુમલામાં સ્થિત તિરુપતિ બાલાજી મંદિર તેના ઇતિહાસમાં પહેલીવાર ૬ દિવસ માટે બંધ રહેશે. ભગવાન વેંકટેશ્વરના પ્રસિદ્ધ એવા તિરુપતિ મંદિર સાથે જોડાયેલા એક અહેવાલમાં આ માહિતી દર્શાવવામાં આવી છે.

પ્રપ્ર માહિતી અનુસાર, આગામી મહિનાની ૯મી ઓગસ્ટથી સાંજે ૬ વાગ્યાથી લઇ ૧૭ ઓગસ્ટની સવાર ૬ વાગ્યા સુધી આ મંદિર બંધ રહેશે. બીજી બાજુ તિરુપતી મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી દેશભરમાં પોતાની આસ્થાને લઇ મંદિરમાં પહોચનારા યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

મહાસંપ્રોક્ષમ અનુષ્ઠાન કરવા માટે મંદિર કરાયું બંધ

મળતી માહિતી મુજબ, ભગવાન વેંકટેશ્વરના તિરુપતિ બાલાજી મંદિરમાં મહાસંપ્રોક્ષમ અનુષ્ઠાન કરવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મદિર સાથે જોડાયેલા જાણકારો મુજબ, આ પ્રકારનો સમય દર ૧૨ વર્ષે આવે છે અને આ દરમિયાન માત્ર પૂજારીઓને જ મંદિરમાં પ્રવેશવાની અનુમતિ હોય છે.

જો કે આ પહેલા ક્યારેય અનુષ્ઠાન કરવા માટે મંદિર બંધ કરવામાં આવતું નથી. આ સમય દરમિયાન મંદિર થોડા સમય માટે ખુલ્લું રહેતું હતું અને શ્રદ્ધાળુઓ દર્શન કરી શકતા હતા.

૯ ઓગસ્ટથી પહાડી પર પ્રવેશ થઈ જશે બંધ

મંદિર એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા મુજબ, તીર્થયાત્રીઓને ૯ ઓગસ્ટથી પહાડીઓ પર આવવા પર રોક લગાવવામાં આવી છે. જો કે ત્યારબાદ મંદિરના પરિસરમાં કતારમાં લાગેલી ભક્તોને દર્શન કરવા માટે એક આખો દિવસ લાગી જશે, તે હિસાબથી જોવામાં આવે તો 10 ઓગસ્ટની રાત સુધી આખું તિરૂમાલા તીર્થયાત્રીઓથી ખાલી થઈ જશે.