જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ એન એન વોહરાએ રાજ્યના કેબલ ઓપરેટર્સને 30 ચેનલ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આમાં પાકિસ્તાની ચેનલો જેવી કે GEO, ARY, QTV અને પીસ ટીવી પણ શામેલ છે. આ પહેલા પણ જમ્મુ-કાશ્મીરમાં દેશદ્રોહી તત્વો અને વિરોધી તત્વો દ્વારા ફેલાવવામાં આવતી વાંધાજનક બાબતોને રોકવા માટે 22 સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
આ ચેનલો પર મુકાયો પ્રતિબંધ :
પીસ ટીવી ઈંગ્લીશ
પીસ ટીવી ઉર્દુ
ARY કયુટીવી
મદની ચેનલ
નૂર ટીવી
હદી ટીવી
પૈગામ ટીવી
હિદાયત
સાઉદી અલ-સુન્નાહ અલ-નબવીયાહ
સાઉદી અલ-કુરાન અલ-કરીમ
સેહર કરબલા ટીવી
અહલી-બિયાત ટીવી
મેસેજ ટીવી
હમ ટીવી
ARY ડિજિટલ એશિયા
હમ સિતારે
ARY જિંદગી
ARY મ્યુઝિક
ટીવી વન
ARY મસાલા
ARY ઝાઉક
એ ટીવી
GEO ન્યુઝ
ARY ન્યુઝ એશિયા
અબ તક ન્યુઝ
વાસેબ ટીવી
92 ન્યુઝ
દુનિયા ન્યુઝ
સામના ન્યુઝ
GEO તેઝ
એક્સપ્રેસ ન્યુઝ
ARY ન્યુઝ
આ યાદીમાં ધાર્મિક ચેનલો ઉપરાંત એક સ્પોર્ટ્સ ચેનલ, બે રસોઈની ચેનલ અને એક મ્યુઝિક ચેનલ શામેલ છે.
રાજ્યના ગૃહ વિભાગે બધા ડેપ્યુટી કમિશનરને એક પત્ર લખીને વાંધાજનક ચેનલો સામે કાર્યવાહી કરવાં આદેશ આપ્યો હતો. પત્રમાં જણાવાયું હતું કે આ ચેનલો હિંસા ભડકાવવી તેમજ શાંતિની સ્થિતિનો ભંગ કરી શકે છે. તેથી એમને બંધ કરવામાં આવે.
સરકારે નિર્દેશો આપ્યા હતા કે જમ્મુ-કાશ્મીરમાં કથિત અનધિકૃત પાકિસ્તાની અને સાઉદી અરબની ચેનલો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીએ જમ્મુ-કાશ્મીરના ચીફ સેક્રેટરી સાથે આ બાબતે ચર્ચા કરી હતી અને તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ કર્યો હતો.