મુંબઇ
એન્ટરટેઈનમેન્ટની દુનિયામાં ક્યારે શું, શું કામ થઇ જાય એ કોઈ અગાઉથી જાણી શકતું નથી. ટીવી એક્ટર હિતેન તેજવાની હમણાં એક આવી જ ઘટનાનો શિકાર થયા છે. બીગ બોસ રીયાલીટી શોમાં હિતેન તેજવાની કંટેસ્ટન હતા.
હિતેન તેજવાની સાથે થયેલી આ ઘટનાથી તેઓને ઝાટકો લાગ્યો હતો અને તેઓ એકદમ શોક્ડ થઇ ગયા હતા. મૂળ વાત એમ હતી કે હિતેન તેજવાની પહેલી વાર કોમેડી શોમાં ભુમિકા ભજવવાના હતા. ‘નમુને’ નામના શોમાં તેઓ ભાગ લેવાના હતા પરંતુ શોના મેકર્સએ હિતેનને શોમાંથી કાઢી નાખ્યા અને બીજા એક્ટરને રિપ્લેસ કરી દીધો.
એક ઈન્ટરવ્યુંમાં હિતેન તેજવાણીએ કહ્યું હતું કે મેં અત્યાર સુધી ઘણા એક્ટર્સને રિપ્લેસ કર્યા છે પરંતુ મને રિપ્લેસ કરવામાં આવ્યો હોય એવું પહેલી વાર બન્યું છે અને એ પણ કોઈ સુચના આપ્યા વગર. હું ઘણા વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં રહ્યો છું અને આવી ઘટનાઓ થતી રહેતી હોય છે. હું પહેલી વાર કોમેડી સાથે જોડાઈ રહ્યો હતો. કોઈ પણ કેરેક્ટરમાં ફીટ બેસવા માટે સમય લાગે છે. હું આ પ્રોજેક્ટને લઈને ઘણો એક્સાઈટેડ હતો. પણ હવે મારી માટે બોલવાના કોઇ શબ્દ નથી.
તમને જણાવી દઈએ કે બીગ બોસથી હિતેન તેજવાની ઘણા ચર્ચામાં આવ્યા હતા અને જયારે એ પહેલી વાર કોમેડી શો ન એક હિસ્સો બનવા જઈ રહ્યા હતા ત્યારે મેકર્સએ કોઈ સુચના આપ્યા વગર રાતોરાત એમની જગ્યાએ એક્ટર કૃણાલ કુમારને લઇ લીધા છે.
