મુંબઇ
જહાનવી કપૂર– ઇશાન ખટ્ટરની ફિલ્મ “ધડક” આજે એટલે કે, 20 જુલાઈના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. રિલીઝ થતા જ આ ફિલ્મ ખૂબ પ્રશંસા પણ મળી રહી છે. ધડક જેના પરથી બની છે તે મરાઠી ફિલ્મ “સૈરાટ” સાથે તેની તુલના કરવામાં ન આવે તો, આ ફિલ્મ ફિલ્મ સ્ટોરી અને પરફોર્મન્સ ખૂબ દમદાર છે.
જો કે કેટલાંક ફિલ્મ સમીક્ષકોએ ધડકને 5 માંથી 3.5 સ્ટાર આપ્યા છે.જાણીતા ફિલ્મ ક્રીટીક તરણ આર્દશે પણ 3.5 માર્ક આપ્યાં છે.
ફિલ્મ જોનારા પ્રેક્ષકો કહે છે કે અંત આવતા ટીસ્યુ પેપર ખાલી થઇ જાય તેટલા કરૂણ દ્રશ્યો છે જે કદાચ યંગ જનરેશનને ના ગમે.
ખરેખર, ફિલ્મની શરૂઆતમાં થોડીક મિનિટોમાં જહાનવી અને ઇશાનના પાત્ર પાર્થીવ અને મધુ વચ્ચેના પ્રેમની કથા બતાવવામાં આવે છે. જ્યાં પ્રથમ મધુ તેની કોલેજમાં અભ્યાસ કરતી હોય છે,જ્યાં તેની આંખ પાર્થીવ સાથે મળે છે.જો કે મધુના પિતાને આ સંબંધો ગમતા નથી અનેતે મધુને પાર્થીવથી દુર રહેવાની સોગંદ આપે છે. પાર્થીવને આ વાતની જાણ થાય છે ત્યારે તે ગુસ્સે થઇ જાય છે.
એવી પરિસ્થિતિમાં જ્યારે મધુ પાર્થીવને મનાવવા જાય છે ત્યારે તે તેને કહે છે કે “હમ આપકે હૈ કોન”? પછી મધુ તેનો જવાબને સમજી નથી શકતી અને તે જુદી-જુદી રીતે તેને મનાવવાની કોશિશ કરવા લાગે છે. ફિલ્મનો આ સીન ખૂબ સુંદર છે.
પાર્થીવ અને મધુની ટીનએઇજ લવસ્ટોરીમાં પાછળથી અનેક ટ્વીસ્ટ આવે છે.પ્રેમી પંખીડાનું ભાગી જવું…પિતાએ મોકલેલા ગુંડાઓનો સામનો થવો અને આવા અનેક સંઘર્ષો પછી પ્રેમીઓનું શું થાય છે તે જાણવું હોય તો તમારે આ ફિલ્મ જોવી પડશે.
