મુંબઇ
આખરે કંગના રનૌતની ‘મણિકર્ણીકા: ધ ક્વીન ઓફ ઝાંસી‘ ની રિલીઝ તારીખ નક્કી કરવામાં આવી છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2019 ના રોજ રિલીઝ કરવામાં આવશે. તરણ આદર્શે તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી આપી. અગાઉ, 15 ઓગસ્ટ, 2018 ના રોજ તેનું ટીઝર રીલીઝ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. કંગના ફિલ્મમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ભૂમિકામાં જોવા મળશે.
આ ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની બહાદુરીની વાત કરવામાં આવી છે આ ફિલ્મની પટકથા ‘બાહુબલી‘ ના લેખક વિજયેન્દ્ર પ્રસાદે લખી છે.પ્રસાદે લક્ષ્મીબાઈના સબ્જેક્ટને લાર્જર ધેન લાઈફ બનાવવાનું નક્કી કર્યું હતું અને તેમાંથી આ ફિલ્મની પટકથા લખાઇ.
Mark the date: #Manikarnika -The Queen Of Jhansi to release on 25 Jan 2019 [Republic Day]… Stars Kangna Ranaut… Directed by Krish… Produced by Zee Studios and Kamal Jain.
— taran adarsh (@taran_adarsh) July 21, 2018
આપને જણાવી દઈએ કે, આ ફિલ્મના કોસચ્યુમ નીતા લુલ્લા દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યા છે. આ માટે, તેમણે છ મહિના કરતાં વધુ સમય લીધો હતો. તેમની સાથે,લગભગ 40 લોકો આ કાર્યમાં જોડાયા હતા.
ફિલ્મના એક્શન દ્રશ્યો નિક પોવેલે પ્લાન કર્યા છે.નિક અને તેમની ટીમના લોકોએ જણાવ્યું હતું કે આ ફિલ્મની ઓફર મળ્યા બાદ તેઓ 15 દિવસની અંદર અમેરિકાથી ઇન્ડિયા આવી ગયા હતા. ફિલ્મના અમુક એવા વોર સીક્વેન્સ એવા હતા જે જેને બે-બે હજાર લોકો સાથે ફિલ્માંકન કરવામાંઆ આવ્યાં છે. કંગનાએ ફિલ્મ શૂટના પહેલા 40 દિવસમાં તલવાર બાજી શીખી હતી.
