Not Set/ ATM ને સો રૂપિયાની નવી નોટને અનુરૂપ બનાવવા માટે થશે રૂ. ૧૦૦ કરોડનો ખર્ચ

મુંબઈ: દેશભરના ATM ને ૧૦૦ રૂપિયાની નવી નોટને અનુરૂપ બનાવવા માટે રૂ. ૧૦૦ કરોડનો ખર્ચ કરવાની જરૂરિયાત રહેશે. એટીએમ પરિચાલન ઉદ્યોગે આ માહિતી આપી હતી. દેશભરમાં આશરે ૨.૪૦ લાખ એટીએમ મશીન છે. એટીએમ પરિચાલકોના સંગઠન કન્ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી (સીએટીએમઆઈ)એ જણાવ્યું હતું કે, ૧૦૦ રૂપિયાની નવી નોટથી કેટલાક પડકારો સામે આવ્યા છે. તેમણે જણાવ્યું હતું […]

Top Stories India Trending Business
Rs. 100 crore needed to recalibrate atms for new Rs. 100 notes

મુંબઈ: દેશભરના ATM ને ૧૦૦ રૂપિયાની નવી નોટને અનુરૂપ બનાવવા માટે રૂ. ૧૦૦ કરોડનો ખર્ચ કરવાની જરૂરિયાત રહેશે. એટીએમ પરિચાલન ઉદ્યોગે આ માહિતી આપી હતી. દેશભરમાં આશરે ૨.૪૦ લાખ એટીએમ મશીન છે.

એટીએમ પરિચાલકોના સંગઠન કન્ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી (સીએટીએમઆઈ)એ જણાવ્યું હતું કે, ૧૦૦ રૂપિયાની નવી નોટથી કેટલાક પડકારો સામે આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, ૨૦૦ રૂપિયાની નવી નોટની માટે એટીએમ મશીનોને અનુકુળ બનાવવા માટેનું કામ હજુ સુધી પૂર્ણ થઈ શક્યું નથી.

સીએટીએમઆઈના નિર્દેશક અને એફએસએસના અધ્યક્ષ વી. બાલાસુબ્રમણ્યમે કહ્યું હતું કે, ‘આપણે એટીએમ મશીનોને ૧૦૦ રૂપિયાની નવી નોટોને અનુકુળ બનાવવા પડશે. જેના અંતર્ગત દેશભરમાં રહેલા ૨.૪૦ લાખ એટીએમ મશીનોને તેને અનુકુળ બનાવવા પડશે.’

તેમણે કહ્યું હતું કે, ૧૦૦ રૂપિયાની જૂની અને નવી બંને પ્રકારની નોટોને એક સાથે પ્રચલનમાં રાખવામાં આવી હોવાથી કેટલાક પડકારોને જન્મ આપશે.

હિતાચી પેમેન્ટ સર્વિસીઝના પ્રબંધ નિદેશક લોની એન્ટોનીએ કહ્યું હતું કે, ૧૦૦ રૂપિયાની નવી નોટના હિસાબથી એટીએમ મશીનોને અનુકુળ બનાવવામાં ૧૨ મહિના જેટલો સમય લાગશે તેમજ આ અંગે ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘જો કે, હજુ બધા એટીએમ મશીનોને નવી નોટને અનુકુળ બનાવવામાં આવી શકશે નહિ, જો યોગ્ય પ્રકારે યોજના બનાવવામાં નહિ આવે તો તેમને ૧૦૦ રૂપિયાની નવી નોટોને અનુકુળ બનાવવા માટે વધુ સમય પણ લાગી શકે છે.’