નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહેલી બાળકોને ઉપાડતી ગેંગની અફવાને કારણે લોકોની હત્યા કરવામાં આવી રહી છે. આ જ પ્રમાણે રાજસ્થાનના અલવરમાં પણ ગૌરક્ષકો દ્વારા કરવામાં આવેલી કથિત અકબર ખાનની હત્યાનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પંહોચી ગયો છે. ત્યારે હવે આ મામલે ૨૦ ઓગષ્ટના રોજ સુનાવણી હાથ ધરાશે.
સોમવારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ પીટીશનને સ્વીકાર કરવામાં આવી છે, જેમાં અલવર મામલાને લઇ રાજસ્થાન સરકાર અને અધિકારીઓ પર સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ અરજી તહસીન પુનાવાલા દ્વારા કરવામાં આવી છે.
મહત્વનું છે કે, દેશભરમાં સામે આવેલી લીન્ચિંગની ઘટનાઓ બાદ સર્વોચ્ચ અદાલત દ્વારા આ મામલે નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોને આ આદેશનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.
શું હતો આ મામલો ?

અલવર લીન્ચિંગની ઘટનામાં મૃતકનું નામ અકબર ખાન જાણવવામાં આવી રહ્યું છે, જે મૂળ હરિયાણાના કોલગામના રહેવાસી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે કથિત ગૌ રક્ષકો ટોળાની આગેવાની કરી રહ્યા હતા. જયારે ટોળા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે અકબર ખાન બે ગાયોને લઇ અને અલવરથી લાલમંડી જઈ રહ્યા હતા. જયારે આ ઘટનાની જાણ થતા ટોળાએ કોઈને પણ પૂછ્યા વગર માર મારવાનો શરુ કરી દીધો હતો. પીડિતને એટલો માર મારવામાં આવ્યો હતો કે આખરે તેનું મોત નીપજ્યું હતું.
જો કે આ ઘટના બાદ રાજ્ય પોલીસ પર પણ ઘણા ગંભીર આરોપો લાગ્યા હતા. તેઓ પર આરોપ છે કે, રકબરને હોસ્પિટલ પહોચાડવાના બદલે ગાયોને ગૌશાળામાં પહોચાડવા માટે પ્રાથમિકતા આપી હતી અને રકબરને દવાખાનામાં પહોચાડવા માટે ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.
