મુંબઈ,
મહારાષ્ટ્રમાં સરકારી નોકરીઓ અમે શિક્ષણમાં અનામતની માંગણીને લઇને મરાઠા કમ્યુનિટી કરવામાં આવી રહેલી આંદોલને બુધવારે પણ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે આ હિંસક પ્રદર્શન દરમિયાન વધુ એક પ્રદર્શનકારીનું મોત નીપજ્યા બાદ બોલાવવામાં આવેલા રાજ્યવ્યાપી બંધને મોકૂફ રાખવામાં આવ્યું છે. દાદરમાં આયોજિત પત્રકાર પરિષદમાં મરાઠા આંદોલનના પ્રમુખ વિરેન્દ્ર પવારે બંધ પાછું બોલાવવાની ઘોષણા કરી હતી.
#MarathaKrantiMorcha calls off Mumbai bandh. They were protesting over demand for #MarathaReservation in government jobs and education. pic.twitter.com/ZZdAb3R79C
— ANI (@ANI) July 25, 2018
મરાઠા ક્રાંતિ મોર્ચા દ્વારા અનામતની માંગને લઇ આ આંદોલન બોલાવવામાં આવ્યું હતું,પરંતુ હવે દિવસભર જોવા મળેલા હિંસક પ્રદર્શન બાદ હવે આંદોલન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
https://twitter.com/_whatsinthenews/status/1021971238296727552
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંધ દરમિયાન મુંબઇમાં સ્ટેશનો પર ચક્કાજામ કરીને રેલ્વે રોકવામાં આવી હતી, તેમજ થાણેના સ્ટેશન પર રેલ્વે ટ્રેક પર પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી ચક્કાજામ કર્યું હતું.
જયારે મુંબઈમાં લોકલ ટ્રાન્સપોર્ટની બેસ્ટ બસોમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તેમજ બંધને ટેકો આપનારાઓએ જોગેશ્વરી રેલ્વે ટ્રેક પર જઇને દેખાવો કરતાં રેલ્વે વ્યવહાર ખોરવાયો હતો.
#MarathaReservation protests: Tires set ablaze on Majiwada bridge in Thane. #Maharashtra pic.twitter.com/2sTPFB1zRo
— ANI (@ANI) July 25, 2018
આ ઉપરાંત મરાઠા ક્રાંતિ મોર્ચાએ બુધવારે નવી મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘર વિસ્તારોમાં બંધ જાહેર કર્યો હતો. થાણેમાં પ્રદર્શનકારીઓએ જબરજસ્તીથી દુકાનો બંધ કરાવી હતી. જયારે વાશીના આરોલી વિસ્તારમાં બેસ્ટ બસ સર્વિસને પણ સંપૂર્ણ રીતે ઠપ કરી દેવામાં આવી છે.
બીજી બાજુ આ બંધના પગલે સરકારે રાજ્યમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, તેમજ મહારાષ્ટ્રના સંવેદનશીલ જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી હતી.
