રશિયન હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી લાચાર દેખાય છે. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને પણ હાથ ઊંચા કરી દીધા છે. તેના પર ઝેલેન્સકીએ કહ્યું છે કે તે રશિયા સાથેની લડાઈમાં એકલા પડી ગયા છે. તેમણે દાવો કર્યો હતો કે રશિયન હુમલામાં યુક્રેનના 137 લોકો માર્યા ગયા હતા અને 316 ઘાયલ થયા હતા. આ સિવાય યુક્રેનનો દાવો છે કે તેણે 1000 થી વધુ રશિયન સૈનિકોને માર્યા છે.રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સુરક્ષા પરિષદમાં કહ્યું કે યુક્રેનને પરમાણુ હથિયાર બનનાવા દઇશું નહીં.હાલ પરિસ્થિતિ ખુબ નાજુક છે.
રશિયાના હુમલા વચ્ચે યુક્રેનમાં તબાહી સર્જાઈ છે. લેટેસ્ટ અપડેટ મુજબ રશિયન સેના યુક્રેનની રાજધાની કિવ પહોંચી ગઈ છે. શુક્રવારે ચીને યુક્રેન સંકટ પર રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી. જે બાદ માહિતી આવી રહી છે કે પુતિન યુક્રેન સાથે વાતચીત કરવા માટે રાજી થઈ ગયા છે. આવી સ્થિતિમાં પુતિન વાતચીત માટે એક પ્રતિનિધિમંડળ મોકલવા માટે રાજી થયા છે. માનવામાં આવે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે સમાપ્ત થઈ શકે છે.
જોકે, યુક્રેન પર રશિયન સેનાની કાર્યવાહી હજુ પૂરી થઈ નથી. એક તરફ, રશિયન સેનાએ ઉત્તરી યુક્રેનિયન શહેર ચેર્નિગોવની નાકાબંધી કરી દીધી છે, જ્યારે યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે લડાઈમાં 1 હજારથી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે.
