નવી દિલ્હી,
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને હંમેશા તેમના ખુશ મિજાજ સ્વભાવ માટે ગણવામાં આવે છે, ત્યારે આ જ પ્રકારે કઈક ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી અભ્યાસ મેચમાં ટીમ ઇન્ડીયાના ખેલાડીનો અલગ અંદાજ જોવા મળ્યો હતો.
હાલમાં ભારતની ટીમ ઈંગ્લેંડના પ્રવાસે છે અને આગામી ૧ ઓગષ્ટથી ૫ ટેસ્ટ મેચની શ્રેણી શરુ થવાની છે. આ જ પ્રકારે ઈંગ્લેંડના ચેમ્સફોર્ડમાં રમાયેલી અભ્યાસ મેચના ત્રીજા દિવસે જયારે ભારતીય ટીમ મેદાનમાં ઉતરી ત્યારે તેઓનું સ્વાગત ઢોલ વગાવીને કરવામાં આવ્યું હતું. આ દરમિયાન માત્ર ભાંગડાની કમી હતી, ત્યારે તેને કેપ્ટન વિરાટ કોહલી અને શિખર ધવને પૂરું કર્યું હતું. આ બંને ખેલાડીઓએ ડાન્સ કરતા મેદાનમાં પ્રવેશ કર્યો હતો.
Two @BCCI players have enjoyed their time at Chelmsford!
Well played, @imVkohli & @SDhawan25! 👏👏👏#ESSvIND pic.twitter.com/Uz8W7p2xoh
— Essex Cricket (@EssexCricket) July 27, 2018
મેદાન પર જતી વખતે ખેલાડીઓમાં સૌથી આગળ વિરાટ કોહલી હતા. તે ભાંગડા કરતા આગાળ નીકળ્યા હતા અને ત્યારબાદ ઓપનર બેટ્સમેન શિખર ધવને પણ વિરાટને સાથ આપ્યો હતો.
The two batters make their way to the ground with a traditional welcome by the locals.#ESSvIND pic.twitter.com/uqqPt9pOvl
— BCCI (@BCCI) July 26, 2018
ભારત અને એસેક્સની ટીમ વચ્ચે રમાયેલી અભ્યાસ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમનું સ્વાગત પરંપરાગત ઢોલ વગાડીને કરવામાં આવ્યું હતું. આ અંગેનો વીડિયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો હતો.
મહત્વનું છે કે, ભારત અને એસેક્સની ટીમ વચ્ચે રમાયેલી ત્રણ દિવસીય મેચ ડ્રોમાં પ્રવર્તિત થઇ હતી. ભારતે પ્રથમ ઇનિગ્સમાં ૩૯૫ રન બનાવ્યા હતા, જયારે એસેક્સની ટીમે પોતાનો પ્રથમ દાવ ૮ વિકેટના નુકશાને ૩૫૯ રન પર ડિક્લેર કર્યો હતો.
