મુંબઇ
બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને કરીના કપૂર ફરીથી સ્ક્રીન પર એકસાથે પરત ફરી રહ્યા છે. અગાઉ, 2009માં આવેલી ફિલ્મ “કમબખ્ત ઇશ્ક”માં બંનેને રોમાંસ કરતા જોવા મળ્યા હતા અને હવે 9 વર્ષ પછી અક્કી અને કરીના ‘ગુડ ન્યૂઝ’ સાથે સ્ક્રીન પર પાછા પરત ફરશે. આ સમાચાર સત્તાવાર રીતે ધર્મા પ્રોડક્શન્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં દિલજીત દેસાંજ અને કિયારા અડવાણી મહત્વની ભૂમિકા ભજવશે.
આપને જણાવી દઈએ કે, આ ફિલ્મના મેકર્સએ આ ‘ગુડ ન્યૂઝ’ સાથે આ ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેરાત કરી છે. કરણ જોહરની ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ 19 જુલાઈ 2019ના રોજ રિલીઝ કરવામાં આવશે. માહિતી અનુસાર ફિલ્મની વાર્તા સરોગેસી પર આધારિત હશે. અગાઉ 2002માં ‘ફિલહાલ’ નામની ફિલ્મ સરોગસી પર બની હતી. આ ફિલ્મનું નિર્દેશન મેઘના ગુલઝારે કર્યું હતું.
“ફિલહાલ” ફિલ્મમાં સુસ્મિતા સેન, તબુ, પલાશ સેન, સંજય સુરી અને શિવાજી સાતમ મુખ્ય પાત્રોમાં હતા. અક્ષય અને કરીનાની વાત કરવામાં આવે તો “કમબખ્ત ઇશ્ક” પછી, તે બંને “રાઉડી રાઠોર” અને “બ્રધર્સ”માં પણ દેખાયા હતા. પરંતુ આ બંને ફિલ્મોમાં, કરીના ગેસ્ટ અપીયરેંસ હતી અને તેણે આઇટમ નંબર પર પર્ફોર્મન્સ કર્યું હતું.
https://twitter.com/karanjohar/status/1024890629430669312
