બર્મિઘમ,
ઈંગ્લેંડ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ૧૪૯ રનની યાદગાર ઇનિંગ્સ બાદ ટીમ ઇન્ડિયાએ મેચમાં વાપસી કરી છે. ભારતની પ્રથમ ઇનિંગ્સમાં એક સમયે જયારે ટીમનો ધબડકો થયો ત્યારે કેપ્ટન વિરાટ કોહલીએ એક છેડો સાચવી રાખી કેરિયરની ૨૨મી સદી ફટકારી હતી.

જો કે ઈંગ્લેંડની ધરતી પર પોતાની પહેલી સદી ફટકાર્યા બાદ પણ વિરાટ કોહલીએ આ ઇનિગ્સને બીજો નંબર આપ્યો છે, જયારે આજથી લગભગ ચાર વર્ષ પહેલા એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે રમેલી ૧૪૧ રનની ઇનિંગ્સને ભારતીય કેપ્ટને પ્રથમ નંબર આપ્યો છે.
MUST WATCH: On Day 2 of the 1st Test, @imVkohli oozed class, confidence & mental tenacity. The Indian captain gave an insight into what went into the making of his first 'special' ton in England – by @RajalArora
Full interview here —> https://t.co/n81WdpIKyr pic.twitter.com/hYCb0NJH5Z— BCCI (@BCCI) August 3, 2018
વિરાટ કોહલીએ ૧૪૯ રનની યાદગાર ઇનિંગ્સ રમ્યા બાદ BCCI TVના એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું, “મને ખબર નથી. પણ એડિલેડની ઇનિંગ્સ બાદ આ બીજા નંબરે રહેશે. એડિલેડની ઇનિંગ્સ મારા માટે ખુબ મહત્વની છે. તે બીજી ઇનિંગ્સ હતી અને અમારે ૫માં દિવસે ૩૬૪ રનનો ટાર્ગેટનો પીછો કરવાનો હતો”.

કોહલીએ વધુમાં જણાવ્યું, “મારા દિમાગમાં નક્કી હતું કે, અમારે એક લક્ષ્ય હાંસલ કરવું છે. આ વિચારીને ખુબ સારું લાગે છે. હું આ ઇનિંગ્સને લઇ ખુબ ખુશ છું”.
ભારતીય કેપ્ટને ઉમેર્યું હતું કે, આ માત્ર પ્રથમ ટેસ્ટમાં માત્ર સદીની વાત નથી, પરંતુ આ રમતને યથાવત રાખવું જરૂરી છે. હું આઉટ થયા બાદ નિરાશ હતો, કારણ કે અમે હજી ૧૦-૧૫ રનની લીડ મેળવી શકતા હતા. હું પોતાની તૈયારીઓથી ખુશ છું અને દુનિયાની કોઈ પરવાહ કરતો નથી”.
મહત્વનું છે કે, વિરાટ કોહલીએ ૨૦૧૪માં એડિલેડ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી, પરંતુ ભારત આ મેચ ૪૮ રનથી હારી ગયું હતું. જયારે બીજી બાજુ કોહલીએ આ જ વર્ષે ઈંગ્લેંડના પ્રવાસ દરમિયાન માત્ર ૧૩૪ રન જ બનાયા હતા.
