ધોરાજી.
ધોરાજી શહેરના દલીત મોર્ચા પ્રમુખ કાંતિ સોંદરવાએ ગ્રામ્ય વિસ્તારમાં સુવિધાસભર અદ્યતન હોસ્પિટલ બનાવવા માંગ કરી હતી.તેમણે જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારની મા અમૃતમ યોજના અને વાત્સલ્ય કાર્ડ ગ્રામ્ય વિસ્તારમાં ચાલે તેમ નથી. જેના કારણે ગ્રામજનોને સારવાર અર્થે શહેર તરફ પ્રયાણ કરવુ પડે છે. સરકારી યોજનાના લાભ અદ્યતન સુવિધા સભર હોસ્પિટલમાં જ આપવામાં આવે છે. અદ્યતન સુવિધાસભર હોસ્પિટલો ગ્રામ્ય વિસ્તારમાં ન હોવાથી સરકારી સહાય મેળવવામાં ગરીબો નિષ્ફળ રહે છે. રાજ્ય સરકારનો આશય તો જ સફળ થશે જો ગ્રામ્ય વિસ્તારોમાં હોસ્પિટલો ઉભી કરવામાં આવશે.
તાલુકા કક્ષાએ અદ્યતન હોસ્પીટલો ન હોવાથી વાત્સલ્ય અને મા અમૃતમ કાર્ડ ધારકોને હાલાકી મુખ્યમંત્રી મા અને વાત્સલ્ય કાર્ડ ધરાવતા દર્દીઓને સારવાર માટે મોટાં શહેર સુધી ધક્કા ખાવા પડે છે.
મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ અને મુખ્યમંત્રી વાત્સલ્ય કાર્ડનો લાભ ગ્રામ્યના દર્દીઓ અને નાનાં શહેરોનાં દર્દીઓને મળવો મુશ્કેલ જણાય છે. કારણ કે મોટાં ભાગનાં દર્દોના સુપર સ્પેશ્યાલીસ્ટો સર્જનો અને સુપર ન્યુરો સર્જનનો મોટાં શહેરોમાં જ હોય છે અને આ અમૃતમ કાર્ડો મેગા સીટીની મોટી હોસ્પિટલોમાં જ ચાલતાં હોય છે. સ્થાનિક તાલુકા કક્ષા એ નાનાં શહેરોમાં આવી અદ્યતન સુવિધા વાળી હોસ્પિટલોનો અભાવ જણાય છે. જેથી કરીને ગ્રામ્ય કક્ષાનાં અને નાનાં શહેરોનાં દર્દીઓને ખેંચાઈને સારવાર માટે મોટાં શહેરોમાં ફરજીયાત જવું પડે છે અને આમાં હાર્ટનાં દર્દીઓ હાડકાંનાં ફેક્ચર સ્નાયુનાં પેટનાં દર્દીઓને મોટાં શહેરોની હોસ્પિટલોમાં સારવાર લેવા માટે ઘણો સમય વેડફાય જાય છે અને જેથી સમયનાં અભાવના કારણે આવાં ગામ્ય કક્ષાએથી અને દુરના નાનાં શહેરોનાં દર્દીઓને જીંદગીથી કયારેય હાથ ધોવાનો વખત આવે છે.
ગુજરાત સરકારનાં આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા જનતાને યોગ્ય સમયે મેડિકલ સારવાર મળી રહે તે માટે રૂપિયા ત્રણ લાખ સુધીની મેડિકલ અને ઓપરેશન સહાય મળે છે. જેમાં પરીવારની વાર્ષીક આવક રૂપિયા ત્રણ લાખ સુધીનોને આ અમૃતમ યોજનાનો લાભ મળે છે. સરકારનો આશ્રય શુભ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સમયસર દવા અને મેડિકલ સારવાર મળે છે.
ગ્રામ્ય કક્ષાનાં દર્દીઓને દવા કે મેડિકલ સારવાર તોજ મળે કે નાનાં શહેરોમાં અદ્યતન હોસ્પીટલો હોય અને તમામ પ્રકારનાં સ્પેશ્યલ લીસ્ટ ડોકટરો મળી રહે અને દર્દી ઓને 100 કિ.મી. ખેંચાઈને જવું ન પડે ગુજરાત સરકારની અમૃતમ કાર્ડની યોજના તો જ સફળ થશે જો નાનાં શહેરોમાં ગ્રામ્યનાં દર્દીઓને તમામ પ્રકારની આરોગ્ય ને લગતી દવાઓને મેડિકલ સેવા ઓને મળશે તેવું આમ જનતા નાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને તાલુકા લેવલનાં શહેરમાં આપી અદ્યતન હોસ્પીટલો અને સારવાર મળે તેવી માંગ કરી રહ્યા છે.
તાલુકા કક્ષાએ અદ્યતન હોસ્પીટલો ન હોવાથી વાત્સલ્ય અને માં અમૃતમ કાર્ડ ધારકોને હાલાકી મુખ્યમંત્રી માં અને વાત્સલ્ય કાર્ડ ધરાવતા દર્દીઓને સારવાર માટે મોટાં શહેર સુધી ધક્કા ખાવા પડે છે.
મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ અને મુખ્યમંત્રી વાત્સલ્ય કાર્ડનો લાભ ગ્રામ્યના દર્દીઓ અને નાનાં શહેરોનાં દર્દીઓને મળવો મુશ્કેલ જણાય છે. કારણ કે મોટાં ભાગનાં દર્દોના સુપર સ્પેશ્યાલીસ્ટો સર્જનો અને સુપર ન્યુરો સર્જનનો મોટાં શહેરોમાં જ હોય છે અને આ અમૃત મા કાર્ડો મેગા સીટીની મોટી હોસ્પિટલોમાં જ ચાલતાં હોય છે. સ્થાનિક તાલુકા કક્ષાએ નાનાં શહેરમાં આવી અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલોનો અભાવ જણાય છે.
જેથી કરીને ગ્રામ્ય કક્ષાનાં અને નાનાં શહેરોનાં દર્દીઓને ખેંચાઈને સારવાર માટે મોટાં શહેરોમાં ફરજીયાત જવું પડે છે અને આમાં હાર્ટનાં દર્દીઓ હાડકાંનાં ફેક્ચર સ્નાયુનાં પેટનાં દર્દીઓને મોટાં શહેરોની હોસ્પિટલોમાં સારવાર લેવા માટે ઘણો સમય વેડફાય જાય છે અને જેથી સમયનાં અભાવના કારણે આવાં ગામ્યકક્ષાએથી અને દુરના નાનાં શહેરોનાં દર્દીઓને જીંદગીથી કયારેય હાથ ધોવાનો વખત આવે છે. ગુજરાત સરકારનાં આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા જનતા ને યોગ્ય સમયે મેડિકલ સારવાર મળી રહે તે માટે રૂપિયા ત્રણ લાખ સુધી ની મેડિકલ અને ઓપરેશન સહાય મળે છે. જેમાં પરીવારની વાર્ષીક આવક રૂપિયા ત્રણ લાખ સુધીનોને આ અમૃતમ યોજનાનો લાભ મળે છે.
સરકારનો આશ્રય શુભ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ને સમયસર દવા અને મેડિકલ સારવાર મળે છે પણ ગ્રામ્ય કક્ષાનાં દર્દીઓને દવા કે મેડિકલ સારવાર તોજ મળે કે નાનાં શહેરોમાં અદ્યતન હોસ્પીટલો હોય અને તમામ પ્રકારનાં સ્પેશ્યલ લીસ્ટ ડોકટરો મળી રહે અને દર્દીઓને 100 કિમી ખેંચાઈને જવું ન પડે ગુજરાત સરકારની અમૃતમ કાર્ડની યોજના તો જ સફળ થશે જો નાનાં શહેરોમાં ગ્રામ્યનાં દર્દીઓને તમામ પ્રકારની આરોગ્યને લગતી દવાઓને મેડિકલ સેવાઓને મળશે તેવું આમ જનતાનાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને તાલુકા લેવલનાં શહેરમાં આપી અદ્યતન હોસ્પીટલો અને સારવાર મળે તેવી માંગ કરી રહ્યા છે.
આ મામલે દલિત મોરચાના અગ્રણી કાન્તિ ભાઈ સોંદરવાએ જણાવ્યું હતું કે, ”
“શહેરોની હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના અભાવને કારણે ગામડાંના લોકોને સારવાર અર્થે મેગા સીટી તરફ વાળવાની મજબૂરી બની આવે છે. જેથી કરીને તાલુકા કક્ષાએ અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્પિટલો બનાવવામાં આવે એવી અમારી માંગણી છે.”

“શહેરોની હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના અભાવને કારણે ગામડાંના લોકોને સારવાર અર્થે મેગા સીટી તરફ વાળવાની મજબૂરી બની આવે છે. જેથી કરીને તાલુકા કક્ષાએ અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્પિટલો બનાવવામાં આવે એવી અમારી માંગણી છે.”