Not Set/ સાઉદી અરેબિયા: એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના અટકી, બધા મુસાફરોને સલામત ઉતાર્યા

  આજ રોજ જેટ એરવેઝનું એક વિમાન એક મોટી દુર્ઘટનામાંથી બચી ગયું છે. સાઉદી અરેબિયાના રિયાદથી મુંબઈ આવનારી જેટ એરવેઝની ફ્લાઈટ ક્રમાંક બી-737-800 તકનીકી ખરાબીને કારણે એરપોર્ટના રનવે પર લપસી ગયું હતું. સાઉદી અરેબિયાના રિયાદ એરપોર્ટ પર ફ્લાઈટના ટેક ઓફ વખતે દુર્ઘટના બની હતી. આ વિમાનમાં સવારે તમામ 142 પ્રવાસીઓ અને સાત ક્રૂ મેમ્બર્સને સુરક્ષિતપણે […]

Top Stories World

 

આજ રોજ જેટ એરવેઝનું એક વિમાન એક મોટી દુર્ઘટનામાંથી બચી ગયું છે. સાઉદી અરેબિયાના રિયાદથી મુંબઈ આવનારી જેટ એરવેઝની ફ્લાઈટ ક્રમાંક બી-737-800 તકનીકી ખરાબીને કારણે એરપોર્ટના રનવે પર લપસી ગયું હતું.

સાઉદી અરેબિયાના રિયાદ એરપોર્ટ પર ફ્લાઈટના ટેક ઓફ વખતે દુર્ઘટના બની હતી. આ વિમાનમાં સવારે તમામ 142 પ્રવાસીઓ અને સાત ક્રૂ મેમ્બર્સને સુરક્ષિતપણે બહાર કાઢવામાં આવ્યા છે અને સદ્ભાગ્યે કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચી નથી. આ દુર્ઘટના શુક્રવારે સવારે અઢી વાગ્યે બની હતી.

એરપોર્ટના અધિકારીઓ દુર્ઘટનાના કારણોની તપાસ કરી રહ્યા છે. જો કે રિયાદ સહીત તમામ નેટવર્ક પર એરલાઈન્સની વિમાનસેવાઓ પર કોઈ પ્રભાવ પડયો નથી. સંબંધિત ફ્લાઈટના પ્રવાસીઓને એરપોર્ટ ટર્મિનલની ઈમારતમાં ઉતારો આપવામાં આવ્યો હતો. અને તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થાની કોશિશો હાથ ધરાઈ હતી.

મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે જેટ એરવેઝના એક એટીઆર વિમાનના રનવે પર લપસી જવાની ઘટના બની હતી. જો કે તે દુર્ઘટનામાં પણ વિમાનમાં સવારી કરનારા કોઈ પ્રવાસીઓને ઈજાઓ પહોંચી ન હતી.