Not Set/ જંતર મંતર પરથી રાહુલ ગાંધીએ ભરી હુંકાર, કહ્યું, “મોદી છે દલિત વિરોધી”

નવી દિલ્હી, છેલ્લા કેટલા સમયથી SC/ST એક્ટ અને અનામત સાથે જોડાયેલા મામલાઓને લઇ દલિત સમુદાયના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે હવે આ દિશામાં રાજધાની દિલ્હીના જંતરમંતર પર કરાઈ રહેલા પ્રદર્શનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પહોચ્યા છે. Protest over SC/ST atrocities bill: CPM's Sitaram Yechury and Congress President Rahul Gandhi join the […]

Top Stories India Trending

નવી દિલ્હી,

છેલ્લા કેટલા સમયથી SC/ST એક્ટ અને અનામત સાથે જોડાયેલા મામલાઓને લઇ દલિત સમુદાયના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે હવે આ દિશામાં રાજધાની દિલ્હીના જંતરમંતર પર કરાઈ રહેલા પ્રદર્શનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પહોચ્યા છે.

આ દરમિયાન તેઓએ વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને સંબોધતા પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા અને વડાપ્રધાન મોદીને દલિત વિરોધી કહ્યા છે. રાહુલ ગાંધી ઉપરાંત CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરી પણ જંતરમંતર પહોચ્યા છે.

રાહુલ ગાંધીએ PM મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું,

પીએમ મોદીના દિલમાં દલિતો માટે કોઈ જગ્યા નથી.

પીએમ મોદીના વિચારો દલિત વિરોધી છે. અમારે તમામે મળીને ૨૦૧૯માં તેઓને હરાવીશું.

કોંગ્રેસે હંમેશા SC/ST એક્ટની રક્ષા કરી છે અને આગળ પણ કરતા રહીશું.

આજે દેશભરમાં જ્યાં પણ ભાજપની સરકાર છે, ત્યાં દલિતો પર હુમલા થઇ રહ્યા છે.

જયારે મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે પણ તેઓએ પોતાની બુકમાં લખ્યું હતું કે, દલિતોની સફાઈ કરવામાં આનંદ મળે છે.

આ પીએમ મોદીના વિચારો છે.

જજે SC/ST એક્ટ પર નિર્ણય આપ્યો હતો, મોદી સરકારે તેઓને ઇનામ આપ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર દલિતોના મુદ્દે હુમલો બોલતા આવ્યા છે. કોંગ્રેસ દ્વારા આરોપ લગાવામાં આવ્યા છે કે, સરકાર દલિતોના મુદ્દે ત્વરિત કાર્યવાહી કરી નથી. આ ઉપરાંત મોદી સરકારના રાજમાં દલિત ઉત્પીડનના મુદ્દે પણ કોંગ્રેસ સાધતી આવી છે.

મહત્વનું છે કે, આ પહેલા ગત ૨૦ એપ્રિલના રોજ દેશભરમાં દલિત સમુદાયના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દેશમાં અલગ અલગ જગ્યાઓ પર હિંસા થઇ હતી અને કેટલાક લોકોના મૃત્યુ પણ થયા હતા.