રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ દેના બેન્ક પર કોઈ પણ પ્રકારના ધિરાણ કરવાની ફરમાવેલી મનાઈના તઘલખી હુકમ સામે કર્મચારી સંગઠન વિરોધ કરી રહેલ છે. 16મીએ ધરણા યોજાયા છે. ગુજરાત બેન્ક વર્કસે યુનિયન દ્વારા જણાવાયું છે.
રિઝર્વ બેન્ક ભારતની 11 જાહેર ક્ષેત્રની બેન્ક પર પ્રોમ્ટ કરેકટીવ એકશન જેને પીસીએના નામે ઓળખવામાં આવે છે તે લાગુ કરેલ છે. તેમાંની એક બેન્ક દેના બેન્ક છે. પરંતુ ગુજરાતની વરિષ્ઠ બેન્કોમાંની એક બેન્ક દેના બેન્ક ઉપર ફકત આ પ્રતિબંધ શા માટેં આ પ્રશ્ન કર્મચારી સંગઠન ઉઠાવી રહેલ છે.

ભારત સરકાર બેન્ક અને કર્મચારી સંગઠને એક એમઓયુ (મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડિગ) પર સહી કરેલ છે અને તેમાં જણાવેલ દરેક શરતોનું અન્ય બેન્કોની જેમ દેના બેન્ક પણ પાલન કરી રહેલ છે. કોઈપણ બેન્કિંગ કંપની પર થાપણ લેવાની છૂટ અને ધિરાણ પર પાબંધી તો તે સંસ્થા નફો કઈ રીતે કરી શકેં તે સામાન્ય સમજની વાત છે. સરકાર અને રિઝર્વ બેન્કે ડૂબત લેણાંની વસુલી કરવા કડક પગલાં લેવાની જરૂર છે પરંતુ તેમને કન્સેશન આપી બેન્કને અને તેના સામાન્ય ગ્રાહકોને સજા કરી રહેલ છે. બેન્ક મોટી રકમની થાપણો ન લેતે તે સમજી શકાય, પરંતુ ધિરાણ પર પ્રતિબંધ, શા માટેં બેન્કને શાખાઓ બંધ કરવાનું ફરમાન શા માટેં કર્મચારીઓની ભરતી તેમજ ગુજરી જનાર કર્મચારીના સંતાનને નોકરી આપવા પર પ્રતિબંધ શા માટેં?

આ સંજોગોમાં કર્મચારીઓએ પ્રજા સમક્ષ સાચી હકીકત મુકવાની જરૂર છે. આથી દેના બેન્કના કર્મચારીઓ તા.16ના રોજ અમદાવાદ, રાજકોટ સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં ધરણા યોજી જાહેર જનતાને સાચી હકીકત જણાવવા પ્રયત્ન કરશે તેમજ ગ્રાહકો પાસેતી સરકારને આપવાના આવેદન પર સહી કરાવશે. રાજકોટમાં કિસાનપરા ચોકમાં દેના બેન્કના કર્મચારીઓ તા.16ના રોજ સવારે 11થી 5 વાગ્યા સુધી ધરણા યોજશે.
