હિમાચલ પ્રદેશ.
હિમાચલમાં રવિવારે પુરી રાત પડેલા વરસાદ પછી પરિસ્થિતિઓ અસ્તવ્યસ્ત થઇ ચુકી છે. ભૂસ્ખલન અને વરસાદથી સંપૂર્ણ રાજ્યમાં પાંચ મોત થયાની ખબર આવી રહી છે. ત્યાંજ ભૂસ્ખલન થયાના કારણે નેશનલ હાઈવેમાં ઘણી જગ્યાઓના વાહનવ્યવહાર બંધ થઇ ચુક્યો છે.
જયારે આદેશથી શિમલા અને મંડીમાં ઘણી સ્કૂલો પણ બંધ કરી દેવામાં આવી છે. મોસમ વિભાગે રાજ્યમાં ઘણી જગ્યાઓએ ભારે વરસાદની આગાહીની ચેતવણી જાહેર કરી છે.
#HimachalPradesh: Heavy rains have led to a flood-like situation in Parvati Valley area in Mandi pic.twitter.com/QmyKGduaeP
— ANI (@ANI) August 13, 2018
રાજ્યનાં અંદરનાં વિસ્તારોમાં અધીકતમ સડકો વાહન પરિવાન માટે બંધ કરી દેવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું છે કે, મંડીની પાસે વાહનોની અવર-જવર માટે ચંદીગઢ-મનાલી રાષ્ટ્રીય રાજમાર્ગ-21 બંધ કરી દેવામાં આવ્યો છે. એવી જ રીતે સોલન જિલ્લામાં જબલી પાસે ચંદીગઢ-શિમલા રાષ્ટ્રીય રાજમાર્ગ-5 ઠપ પડ્યો છે.
એક અધિકારીએ જણાવ્યું છે કે કિન્નોર, શિમલા, મંડી, કુલ્લુ અને સિરમૌર જિલ્લાઓનાં ઉંચા વિસ્તારોમાં સડક પરિવહન માળખામાં પર ખુબ જ ખરાબ અસર થઇ છે. સાવચેતી માટે શીમલા અને મંડી જિલ્લાની બધી સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાનોને એક દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.
