ઓગસ્ટ મહિનાનાં ફ્રીડમ સેલમાં આ સ્પોર્ટ્સ યુટીલીટી વ્હેકીલ્સ (SUV) પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
મહિન્દ્રા XUV 500

આ ગાડી પર કંપની ૩૦ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવા જઈ રહી છે. આ ગાડીની કિમત ૧૨.૩૨ લાખથી શરૂ થાય છે.
મહિન્દ્રા સ્કોર્પિયો

આ ગાડી પર ૪૦ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અ ઉપરાંત આ ગાડી પર ૧૫ હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આપવામાં આવી રહ્યું છે. આ ઓફર મહિન્દ્રા સ્કોર્પીયોની S5, S7 અને S11 મોડેલ માટે જ છે.
મહિન્દ્રા TUV ૩૦૦
આ ગાડી પર ૫૦ હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

હોન્ડા CR – V
આ ગાડી પર કંપની ૧.૫ લાખ રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે.

હોન્ડા BR – V
આ ગાડી પર ૧ લાખ રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

રેનો ડસ્ટર
આ ગાડી પર ૧ વર્ષનું ફ્રી ઇન્શ્યોરન્સ આપવામાં આવી રહ્યું છે જેની કિમત ૨૫ હજાર રૂપિયા આસપાસ છે. આ સિવાય ૩૦ હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.

રેનો કેપ્ચર
આ ગાડી પોપ્યુલર થઇ હતી નહી અને એને કારણે જ કંપની આ ગાડી પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. 2 લાખ રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આ ગાડી પર મળી રહ્યું છે.

ટાટા હેક્સા
આ ગાડી પર ગ્રાહકોને કંપની એક લાખ રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે.

નિસાન ટરેનો
આ કંપની પોતાની ગાડી માટે ૩૦ હજાર રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આમાં તમને એક વર્ષનું ફ્રી ઇન્શ્યોરન્સ આપવામાં આવે છે જેની કિમત ૨૫ હજાર રૂપિયા છે.

ફોર્ડ એન્ડેવિયર
આ ગાડી પર કંપની ૩૦ હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે.

