Not Set/ દાઉદનો હિસાબ-કિતાબ રાખનારા ફાઈનાન્સ મેનેજરની કરાઈ ધરપકડ, પાક.નો પાસપોર્ટ પણ કરાયો જપ્ત

લંડન, વર્ષ ૧૯૯૩માં થયેલા મુંબઈ બ્લાસ્ટનો મુખ્ય આરોપી અને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને રવિવારે વધુ એક ઝટકો લાગ્યો છે. બ્રિટનની સુરક્ષા એજન્સી દ્વારા દાઉદનો હિસાબ કિતાબ રાખનારા ફાઈનાન્સ મેનેજરની જબીર મોતીની ધરપકડ કરવામાં આવી છે. દાઉદના ફાઈનાન્સ મેનેજરની લંડનના હિલટન હોટલથી ધરપકડ કરાયા બાદ તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જબીરની ધરપકડ ભારત માટે ખૂબ […]

Top Stories World Trending

લંડન,

વર્ષ ૧૯૯૩માં થયેલા મુંબઈ બ્લાસ્ટનો મુખ્ય આરોપી અને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને રવિવારે વધુ એક ઝટકો લાગ્યો છે. બ્રિટનની સુરક્ષા એજન્સી દ્વારા દાઉદનો હિસાબ કિતાબ રાખનારા ફાઈનાન્સ મેનેજરની જબીર મોતીની ધરપકડ કરવામાં આવી છે.

દાઉદના ફાઈનાન્સ મેનેજરની લંડનના હિલટન હોટલથી ધરપકડ કરાયા બાદ તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જબીરની ધરપકડ ભારત માટે ખૂબ મહત્વનું જોવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ભારત દ્વારા જબીર મોતીની ધરપકડ કરવા માટે માંગ કરાઈ હતી.

મળતી માહિતી મુજબ, કરાચી અને દુબઈમાં જબીર મોતીના ફાઈનાન્સ લીંક દાઉદ, તેની પત્ની અને તેના નિકટતા ધરાવતા લોકો સાથે જોડાયેલા હતા. આ લીંકનો ફાયદો ઉઠાવીને બ્રિટનની સુરક્ષા એજન્સી દ્વારા શિકંજો તૈયાર કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી છે.

જબીર મોતી દાઉદના ફાઇનાન્સ મેનેજર તરીકે કામ કરતો હતો અને તે તેના તમામ હિસાબ કિતાબ સંભાળતો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, જબીર મોતી દુબઈ, આફ્રિકા સહિત ઘણા દેશોમાં દાઉદના પૈસાના લેણદેણનું કામ કરતો હતો. તેના પર ખંડણી, તસ્કરી સહિતના અનેક અપરાધિક મામલોના કેસ શામેલ છે.

બ્રિટનની સુરક્ષા એજન્સીઓ દ્વારા જબીર મોતીની ધરપકડ કરાયા બાદ તેની પાસેથી પાકિસ્તાનનો પાસપોર્ટ પણ મળ્યો  છે અને તેને જપ્ત કરી લેવામાં આવ્યો છે. આ પાસપોર્ટ પર કરાચીનું એડ્રેસ લખેલું છે.

કરાંચી સ્થિત દાઉદનું જ્યાં ઘર છે તેના પરિસરમાં જબીર મોતીનું પણ ઘર છે. મોતી પાસે બ્રિટનનો ૧૦ વર્ષનો વિઝા પણ છે, આ ઉપરાંત તે એન્ટીગુઆ, બાર્બાડોસ, હંગરી અને ડોમનિક રિપબ્લિકની નાગરિકતા લેવાની ફિરાકમાં પણ હતો.