Not Set/ શ્રીદેવીની ઓનસ્ક્રીન બહેન સુજાતા કુમારનું કેન્સરથી થયું નિધન..

મુંબઈ ફિલ્મ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’માં શ્રીદેવીની બહેનની ભૂમિકામાં જોવા મળેલ એક્ટ્રેસ સુજાતા કુમારનું અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં એડમિટ હતા. તેઓ એક્ટ્રેસ સુચિત્રા કૃષ્ણમૂર્તિની બહેન હતા. સુજાતાના નિધનની માહિતી સુચિત્રાએ ટ્વીટર પર આપી છે. મીડિયા અહેવાલો અનુસાર, સુજાતા મેટાસ્ટેટિક કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા […]

Trending Entertainment

મુંબઈ

ફિલ્મ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’માં શ્રીદેવીની બહેનની ભૂમિકામાં જોવા મળેલ એક્ટ્રેસ સુજાતા કુમારનું અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં એડમિટ હતા. તેઓ એક્ટ્રેસ સુચિત્રા કૃષ્ણમૂર્તિની બહેન હતા. સુજાતાના નિધનની માહિતી સુચિત્રાએ ટ્વીટર પર આપી છે.

મીડિયા અહેવાલો અનુસાર, સુજાતા મેટાસ્ટેટિક કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું કેન્સર ચોથા તબક્કે પહોંચી ગયુ હતું. સુજાતાના શરીરના ઘણા ઓર્ગન પણ ફેલ થઇ ગયા હતા.

સુચિત્રા કૃષ્ણમૂર્તિએ 18 ઓગસ્ટના રોજ બહેન સુજાતાની બિમારી વિશે ટ્વિટ કર્યું હતું. તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુચિત્રાએ તેની બહેનના સારા સ્વાસ્થ્ય  માટે ફેન્સને પાર્થના કરવા માટે કહ્યું હતું. ગત રાત્રે, સુચિત્રાએ ટ્વીટર પર જાણકારી આપી કે 19 ઓગસ્ટ, 2018 ના રોજ રાત્રે 11.26 વાગે સુજાતાએ દુનિયા છોડી દીધી હતી. તેમણે ટ્વીટમાએ પણ લખ્યું હતું કે જીવન પહેલાની જેવું ક્યારે થઇ શકતું નથી.

સુચિત્રાએ ટ્વીટ પર જણાવ્યું હતું કે 20 ઓગસ્ટના રોજ શુક્રવારે 11 વાગ્યે જુહુના વિલે પાર્લે વેસ્ટ, શ્મશાનભૂમિ પર તેમને અંતિમ વિદાઈ આપવામાં આવશે. જોકે, પછીથી આ ટ્વીટને ડિલીટ કરી નાખવામાં આવ્યું હતું.

આપને જણાવી દઈએ કે, સુજાતા કુમારના કામની ‘ઇંગ્લિશ વિંગ્લિશ’માં ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી. આ પછી તેમણે ઘણા સારા પ્રોજેક્ટ આવ્યા હતા. તેમણે રાંઝણા, ગોરી તેરે પ્યાર મે. જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલ. સુજાતાએ ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું હતું જેમાં હોટલ કિંગસ્ટન, બોમ્બે ટોકિંગ અને 24 નો સમાવેશ થાય છે.