Not Set/ પાક.ની નવી સરકારના જુઠ્ઠાપણાનો થયો પર્દાફાશ, PM મોદીના પત્રને ગણાવ્યો હતો” વાતચીત” માટેનો પ્રસ્તાવ

નવી દિલ્હી / ઇસ્લામાબાદ, પાકિસ્તાનનાં ૨૨માં પ્રધાનમંત્રી તરીકે પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાને શપથ લઇ લીધા છે, પરંતુ પાક. આ નવી સરકાર દ્વારા ભારતને લઇ વાગોળવામાં આવેલા જુઠ્ઠાપણાનો પર્દાફાશ થયો છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનને પત્ર લખીને અભિનંદન આપ્યા હતા, જો કે આ પત્રને લઇ પાકિસ્તાનના નવનિયુક્ત વિદેશ મંત્રીએ સોમવારે દાવો કર્યો હતો કે, […]

Top Stories India Trending

નવી દિલ્હી / ઇસ્લામાબાદ,

પાકિસ્તાનનાં ૨૨માં પ્રધાનમંત્રી તરીકે પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાને શપથ લઇ લીધા છે, પરંતુ પાક. આ નવી સરકાર દ્વારા ભારતને લઇ વાગોળવામાં આવેલા જુઠ્ઠાપણાનો પર્દાફાશ થયો છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનને પત્ર લખીને અભિનંદન આપ્યા હતા, જો કે આ પત્રને લઇ પાકિસ્તાનના નવનિયુક્ત વિદેશ મંત્રીએ સોમવારે દાવો કર્યો હતો કે, ભારતના પીએમએ પત્ર લખીને વાતચીતનો પ્રસ્તાવ રાખ્યો છે.

જો કે રાજધાની દિલ્હી ખાતેના સરકારી સૂત્રો દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, “પીએમ મોદીએ ઇમરાન ખાનને પત્ર લખીને અભિનંદન આપ્યા છે, પરંતુ એમાં વાતચીતનો કોઈ પ્રસ્તાવ શામેલ નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ, પીએમ મોદીએ ઇમરાન ખાનને લખેલી ચિઠ્ઠી બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રીને લાગે છે કે, ભારતનાં પીએમ તરફથી વાતચીત શરૂ કરવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. મોદીએ ઇમરાન ખાનને લખેલાં પત્રમાં કહ્યું છે કે, અમે પાડોશી સાથે સારા સંબંધો રાખીએ છીએ. આપણે બંને દેશો વચ્ચેનાં સર્જનાત્મક અને સાર્થક સંબંધોની દિશામાં નજર માંડવી જોઈએ.

શપથવિધિ બાદ ઇમરાન ખાને દેશનાં નામે લગભગ એક કલાક સુધી ભાષણ આપ્યું હતું. આ ભાષણમાં ખાને દેશની આર્થિક સ્થિતિ સુધારવાની વાત કરી. અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવા માટે વચન આપ્યું હતું.

આ ઉપરાંત ખાને પૂર્વ સરકાર પર હુમલો બોલાવતા કહ્યું હતું કે, “દેશનું ઋણ ૨૮૦૦૦ અરબ રૂપિયા થઇ ગયું છે અને દેશ આટલાં દેવામાં ક્યારેય ન હતો જેટલો પાછલા દસ વર્ષમાં ગરકાવ થયો છે”.

દેશની વિદેશ નીતિ સંબંધે ઇમરાન ખાને કહ્યું કે, “પાકિસ્તાને પોતાનાં બધા પાડોસી સાથે સારા સંબંધ કેળવવા માટે કામ કરવાનું રહેશે. પાડોસી દેશો સાથે શાંતિ બનાવ્યા વગર આપણે દેશમાં શાંતિ લાવી શકીએ નહી”.

આ પહેલાં ૨૫ જુલાઈના થયેલા સામાન્ય ચૂંટણીમાં પોતાની પાર્ટીની જીત બાદ ખાને કહ્યું હતું કે, “પાકિસ્તાન પોતાનાં પાડોશી દેશ ભારત સાથે સંબંધો સુધારવા માટે તૈયાર છે. એમની સરકાર ઈચ્છે છે કે બંને પક્ષોનાં નેતા વાતચીત કરે અને કશ્મીરનાં મુખ્ય મુદ્દા સાથે અન્ય વિવાદોનાં નિરાકરણ માટે પણ પ્રયાસ થાય”.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “જો તેઓ (ભારત) આપણી તરફ એક ડગલું ભરે છે, તો આપણે સામે બે ડગલાં ભરીશું પરંતુ આપણને એક શરૂઆતની જરૂરિયાત છે”.