Not Set/ માત્ર 3 ડેમમાં જ 100 ટકા પાણી, 203 પૈકી 132 જળાશયોમાં 15 થી 50 ટકા જ પાણી

ગુજરાત, ગુજરાતમાં મેઘરાજાની  મોડે મોડે મહેર તો થઈ જેમાં ત્રીજા રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદથી પણ જળાશયોમાં જોઇએ એટલો પાણીનો નવો જથ્થો આવ્યો નથી. પુરતો વરસાદ નહીં આવ્યા છતાં પણ હાલ પુરતું પાણીનું સંકટ ચોક્કસથી ટળ્યું  છે. પરંતુ જો વરસાદ હવે પાછો ખેચાઈ જશે તો આગામી ઉનાળાથી ખૂબજ ગંભીર સ્થિતિનો સામનો કરવાનો વારો આવી શકે છે. હાલ છેલ્લી […]

Top Stories Gujarat Trending

ગુજરાત,

ગુજરાતમાં મેઘરાજાની  મોડે મોડે મહેર તો થઈ જેમાં ત્રીજા રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદથી પણ જળાશયોમાં જોઇએ એટલો પાણીનો નવો જથ્થો આવ્યો નથી. પુરતો વરસાદ નહીં આવ્યા છતાં પણ હાલ પુરતું પાણીનું સંકટ ચોક્કસથી ટળ્યું  છે. પરંતુ જો વરસાદ હવે પાછો ખેચાઈ જશે તો આગામી ઉનાળાથી ખૂબજ ગંભીર સ્થિતિનો સામનો કરવાનો વારો આવી શકે છે.

હાલ છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યનાં કુલ 203 જળાશયો પૈકીમાંથી 132 જળાશયોમાં 15થી 50 ટકા સુધીનો પાણીનો જથ્થો સંગ્રહીત  છે. જળાશયોમાં સંગ્રાહાયેલા પાણીના જથ્થા અંગે જળ સંપત્તિ વિભાગના સૂત્રો જણાવે છે કે, 83 જળાશયોમાં 25 ટકાથી ઓછો જથ્થો છે.

જ્યારે 49 ડેમમાં 50થી 70 ટકા વચ્ચે પાણી ઉપલ્બધ હોય તેવા 26 અને 70 થી 100 ટકા પાણી ભર્યા હોય તેવા 32 જળાશયો છે. જ્યારે 100 ટકા કે તેથી વધુ પાણી હોય તેવા જળાશયોની સંખ્યામાં માત્ર 13 જ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં હાલમાં 1,46,895 એમસીએફટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિનાં 44 ટકાછે. કુલ 203 જળાશયોમાં 2,19,676 એમસીએફટી પાણી છે. જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 39 ટકા જ છે.

ગુજરાતમાં આવેલા અલગ અલગ વિસ્તારના જળાશયોમાં પાણીનુ પ્રમાણ જરૂર પ્રમાણે તો નથી વધ્યુ. પણ જરૂર પુરી થઈ શકે અટલી પુરતી છે. જેમાં સૌથી ઓછા પાણીનો સંગ્રહ ઉત્તર ગુજરાત અને કચ્છમાં થયો છે. કચ્છના 2 ડેમ હોવા છતા પણ ફક્ત 11 ટકા જ પાણીનો  સંગ્રહ થયો છે.

નર્મદા ડેમ મારફતે દૈનિક 27 કરોડ લીટર પાણીનો પુરવઠો કચ્છમાં આવે છે જે પૈકી રાપર તાલુકાને 3 કરોડ લીટર પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ આ પાણી રાપર વાસીઓને મળે છે કે કેમ એ તપાસ નો વિષય છે. કારણ કે કરોડો લીટર પાણી આવવા છતાં લોકોને આઠ આઠ દિવસે પાણી મળે છે.

ઔધોગિક એકમોને કેટલું પાણી અપાય છે તે પણ જાણવુ જરૂરી છે. આ અંગે ભૂતકાળમાં કલેક્ટર દ્વારા એક તપાસ કમિટીની નિમણુંક કરી પાણીના વિતરણનો અહેવાલ મંગાવ્યો હતો. પરંતુ આ અહેવાલનો જવાબ હજી સુધી મળ્યો નથી.આ અંગે આરટીઆઇ મારફતે અને અન્ય માધ્યમોથી અનેક વાર રજૂઆતો કરવા છતાં હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી.

તાજેતરમાં જ ટપ્પર ડેમમાં ખેડૂતોએ લગાવેલા ગેરકાયદેસર જોડાણો તંત્રએ કાપી નાખ્યા હતા. પરંતુ જો રાપરમાં લોકોને, ખેડૂતોને પૂરતું પાણીના મળેતો પાણીની ચોરી થાય તે મજબૂરી બની રહે છે. કચ્છમાં ફાળવાતા નર્મદાના નીર ક્યાં વહી જાય છે તે બાબતે જનતાના પ્રતિનિધિઓએ અવાજ ઉઠાવવો જોઈએ અને કચ્છને થતા પાણીના અન્યાય સામે લડત લડી કચ્છને પાણીનો જથ્થો નિયમિત મળી રહે તેવી માંગ કરવામાં આવી હતી.

 જળાશયોમાં કેટલું પાણી ?

વિસ્તાર –      ડેમ- હાલનો જથ્થો     – ગત વર્ષનો જથ્થો

1    ઉત્તર ગુજરાત   15   -32.59                 84.27

2   મધ્ય ગુજરાત     17  -53.99                   82.61

3   દક્ષિણ ગુજરાત  13  -36.73                  47.77

4 કચ્છ                  20  -10.86                    40.45

5 સૌરાષ્ટ્ર              138  -44.30                  61.59

*વધુ કફોડી સ્થિતિ

વિસ્તાર-         ડેમ – હાલનો જથ્થો

કચ્છ              20    11 ટકા પાણી

ઉત્તર ગુજરાત  15  33 ટકા પાણી

રાજયમા વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં ૫૨ તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ વરસાવ્યો છે. જેમાં વધાઈ તાલકામાં ૧૬૪ મી.મી. એટલેકે છ ઈંચ તથા વ્યારામાં ૧૩૭મી.મી. અને વાલોડમાં ૧૩૩ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં  ૫ ઈંચ અને ડોલવણ તાલુકામાં ૧૦૨ મી.મી. એટલેકે ૪ ઈંચ થી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજયના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ આજે તા.૨૧-૮-૧૮ સવારે ૭.૦૦ કલાક સુધીમાં  મહુવા તાલુકામાં ૯૭ મી.મી, બારડોલીમાં ૯૪ મી.મી., સોનગઢમાં ૮૬ મી.મી, ચોર્યાસીમાં ૮૨ મી.મી., કપરાડામાં ૭૭મી.મી અને પલસાણામાં ૭૩ મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં ત્રણ ઈંચ થી વધુ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાત રાજયના ઉમરપાડા, સુબીર, નવસારી, સુરત શહેર, ધરમપુર, વાંસદા, ડાંગ, બોરસદ, નેત્રંગ, વાગરા, જેતપુર પાવી અને ગરબાડા મળી કુલ ૧૨ તાલુકાઓમાં બે ઈંચ અને અન્ય ૨૯ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.