Not Set/ બકરા ઈદ પર બોલિવુડ હસ્તિઓએ આપી શુભેચ્છાઓ, અમિતાભ બચ્ચને શેર કર્યો ફોટો…

મુંબઈ આજે દેશમાં મુસ્લીમ બિરાદરો બકરા ઈદ મનાવી રહ્યાં છે અને એકબીજાને શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર્સે પણ પોતાના અંદાજમાં બકરા ઈદના આ ખાસ મોકા પર તેમના ફેન્સને શુભેચ્છાઓ પાઠવી છે.ફિલ્મ સ્ટાર્સે સોશિયલ મીડીયામાં બકરા ઇદની શુભેચ્છાઓ આપતા મેસેજ શેર કર્યા છે. તાજેતરમાં જ ફિલ્મ ‘મુલ્ક’માં એક મુસ્લમાન વ્યક્તિ મુરાદ અલી મોહમ્મદનો […]

Trending Entertainment

મુંબઈ

આજે દેશમાં મુસ્લીમ બિરાદરો બકરા ઈદ મનાવી રહ્યાં છે અને એકબીજાને શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર્સે પણ પોતાના અંદાજમાં બકરા ઈદના આ ખાસ મોકા પર તેમના ફેન્સને શુભેચ્છાઓ પાઠવી છે.ફિલ્મ સ્ટાર્સે સોશિયલ મીડીયામાં બકરા ઇદની શુભેચ્છાઓ આપતા મેસેજ શેર કર્યા છે.

તાજેતરમાં જ ફિલ્મ ‘મુલ્ક’માં એક મુસ્લમાન વ્યક્તિ મુરાદ અલી મોહમ્મદનો રોલ કરનાર રિશી કપૂરે આ ફિલ્મના એક લૂક સાથે ચાહકોને બકરા ઈદના અભિનંદન આપ્યા હતા.

બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચને પણ તેમના ફ્રેન્સને ઈદ મુબારક લખેલ પોસ્ટરને શેર કર્યા હતા. તેઓએ આ તહેવાર પર મહોબ્બત અને શાંતિની કામના કરી હતી.

તાજેતરમાં મુવું ‘ગોલ્ડ’માં જોવા મળી અક્ષય કુમારે પણ ફ્રેન્સને બકરા ઈદની શુભેચ્છા પાઠવી હતી.

બોલીવુડના સુપર સ્ટાર આમીર ખાન અને સલમાન ખાને તેમના ચાહકોને ટ્વીટ કરીને ઇદ મુબારકબાદી આપી હતી.

https://twitter.com/aamir_khan/status/1032153889515102208

સની દિઓલે પણ પોસ્ટર શેર કરીને ઇદ મુબારકબાદ આપ્યાં હતા.

https://twitter.com/vivekdahiya08/status/1032159439124553728