મુંબઇ
આવનારી ફિલ્મ સ્ત્રીનું ગીત આવો કભી હવેલી પે રીલીઝ કરવામાં આવ્યું છે.હોરર કોમેડી એવા આ રેપ સોંગમાં કૃતિ સેનન ખાસ જોવા મળશે.આ ગીત યુટ્યુબ પર મુકાયા પછી 25 લાખ વ્યુ મળ્યા હતા.
સોંગને જાણીતા મ્યુઝીશીયન સચીન-જીગરે કમ્પોઝ કર્યું છે,જ્યારે રેપ સીંગર બાદશાહ અને નીકીતા ગાંધીએ તેમાં સ્વર આપ્યો છે.
જાણીતા વિલન અમરીશ પુરીનો ફેમસ ડાયલોગ આવો કભી હવેલી પે ને કેચ લાઇન બનાવીને બનાવવામાં આવેલા આ ગીતમાં હોરર ફિલ્મનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. આ ગીત જોવામાં જેટલું એન્ટરટેનિંગ છે, તે સાંભળવા માટે પણ જબરદસ્ત છે.
જુઓ વીડીયો..
ગીતનું બેકગ્રાઉન્ડમાં હોરર માહોલ ઉભો કરવામાં આવ્યો છે જે ફિલ્મ ‘સ્ત્રી’ ની થીમ સાથે સંપૂર્ણપણે ફિટ છે. વીડીયોમાં કૃતિ સેનન એક સુંદર ભૂત જોવા મળી રહી છે 3.06 મિનિટના આ ગીતમાં કૃતિના એનર્જીટિક ડાન્સ મૂવ્સ પણ એક વાર પણ નજર હટતી નથી.
