નવી દિલ્હી,
વર્તમાન મોદી સરકારમાં નાણામંત્રી અને રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીના નેતા અરુણ જેટલી વધુ એકવાર પોતાના નાણા મંત્રાલયની જવાબદારી મળી છે. ૧૪ મેના રોજ અરુણ જેટલીને કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરીના ૩ મહિના બાદ તેઓ પોતાની ડ્યુટી પર પાછા ફર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ બાદ અરુણ જેટલીને નાણા મંત્રાલયની સાથે સાથે કોર્પોરેટ અફેયર્સની જવાબદારી સોપવામાં આવી છે અને તેઓએ ગુરુવાથી પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે.
#Delhi: Arun Jaitley arrives at Ministry of Finance to resume charge as Finance Minister pic.twitter.com/xPjFPTt8YJ
— ANI (@ANI) August 23, 2018
અત્રે ઉલ્લેખનીય છે કે, અરુણ જેટલી કિડનીની સર્જરી બાદ છેલ્લા ત્રણ મહિનાથી કામ-કાજથી દૂર રહ્યા છે. તેઓની ગેરહાજરીમાં કેન્દ્રીય રેલ્વેમંત્રી પિયુષ ગોયલને નાણા મંત્રાલયની જવાબદારી સોપાઈ હતી.
આ પહેલા અરુણ જેટલી રાજ્યસભામાં યોજાયેલી ડેપ્યુટી સ્પીકરની ચૂંટણીમાં જોવા મળ્યા હતા. તેઓ એક સાંસદ તરીકે પોતાનો વોટ આપવા માટે આવ્યા હતા. જો કે આ દરમિયાન તેઓ કોઈ પણ સાથે વાત પણ કરી શકતા ન હતા. સાથે સાથે પીએમ મોદીએ જયારે અરુણ જેટલી સાથે હાથ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે તેઓએ હાથ પણ મળવ્યો ન હતો.
જો કે છેલ્લા ત્રણ મહિનાથી મંત્રાલયથી દૂર રહ્યા બાદ જેટલી પોતાના બ્લોગ પર આર્થિક, રક્ષા, સામાજિક ન્યાય તેમજ કાયદા સબંધિત મુદ્દાઓ પર સક્રિય રહ્યા છે.
મહત્વનું છે કે, નાણામંત્રી અરુણ જેટલી છેલ્લા કેટલાક સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા, ત્યારબાદ તેઓનું ૧૪ મેના રોજ એમ્સમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ ડોકટરોએ તેઓને આરામ કરવાની સલાહ આપી હતી.
