જકાર્તા,
ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સમાં શુક્રવારે ભારતના ખાતામાં વધુ ૬ મેડલનો વધારો થયો છે. એશિયન ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતીય ખેલાડીઓએ ૨ ગોલ્ડ, ૧ સિલ્વર તેમજ ૩ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૬ મેડલ પોતાના નામે કર્યા છે.
ભારતને ટેનિસમાં પુરુષોના ડબલ્સ મુકાબલામાં અને નૌકાયાનમાં ગોલ્ડ મેડલ જીતીને સુવર્ણચંદ્રકની સંખ્યા ૬ પર પહોચાડી છે. ભારતે અત્યારસુધીમાં ૬ ગોલ્ડ, ૫ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૨૪ મેડલ પોતાના નામે કર્યા છે.
૧. નૌકાયાનમાં ભારતે જીત્યો ગોલ્ડ :
Quadruple sculls rowing: Indian men's team wins gold medal. #AsianGames2018 pic.twitter.com/JDUGO19YXj
— ANI (@ANI) August 24, 2018
ભારતીય નૌકાયાન ખેલાડીઓએ સ્વર્ણ સિંહ, દત્તુ ભોકાનલ, ઓમ પ્રકાશ અને સુખમીત સિંહની મેન્સ ચૌકડી સ્કલ્સમાં ૬:૧૭:૧૩નો સમય કાઢીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ ઉપરાંત ભારતે નૌકાયાનમાં બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. રોહિત કુમાર અને ભગવાન સિંહે ડબલ સ્કલ્સમાં અને દુષ્યંતે લાઈટવેટ સિંગલ સ્કલ્સમાં બ્રોન્ઝમેડલ જીત્યો હતો.
૨. ટેનિસમાં રોહન બોપન્ના અને શરણે જીત્યો ગોલ્ડ
Tennis Men’s Doubles: Rohan Bopanna/Divij Sharan win gold medal after defeating Kazakhstan pair in the finals 6-3 6-4 #AsianGames2018 pic.twitter.com/meecq3gJlk
— ANI (@ANI) August 24, 2018
ભારતના અનુભવી ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને દિવિજ શરણની જોડીએ શાનદાર પ્રદર્શન કરતા ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. બોપન્ના અને શરણની જોડીએ મેન્સ ડબલ્સ મુકાબલામાં કજાકિસ્તાનની એલેક્જેન્ડર બુબલિક અને ડેનિસ યેવસેવની જોડીને સીધા સેટોમાં ૬-૩ અને ૬-૪થી હરાવી હતી.
૩. હીનાને ૧૦ મીટર એર રાઈફલમાં મળ્યો બ્રોન્ઝ મેડલ
Women's 10m air pistol finals: Heena Sidhu wins bronze medal. #AsianGames2018 pic.twitter.com/fVFitehkvN
— ANI (@ANI) August 24, 2018
ભારતની અનુભવી નિશાનેબાજ હીના સિદ્ધુએ શુક્રવારે મહિલાઓની ૧૦ મીટર એર રાઈફલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. આ પહેલા કોમનવેલ્થ ગેમ્સમાં હીનાએ ફાઈનલમાં ૨૧૯.૨૦ એનકો સાથે ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું.
જો કે આ સ્પર્ધામાં શામેલ ભારતની યુવાન શૂટર ખેલાડી અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ વિનર મનુ ભાકર મેડલ જીતવામાં અસફળ રહી છે. તેને ૧૭૬.૨૦ પોઈન્ટ સ્તાહે પાંચમું સ્થાન હાંસલ કર્યું છે.
૪. હેન્ડબોલ : ભારતે પાકિસ્તાનને ૨૮-૨૭થી હરાવ્યું
#AsianGames2018: India defeats Pakistan 28-27 in men's handball group match. pic.twitter.com/h41mm9DVDY
— ANI (@ANI) August 24, 2018
ભારતીય મેન્સ હેન્ડબોલ ટીમે જકાર્તામાં રમાઈ રહેલા ૧૮માં એશિયાઈ ગેમ્સમાં પોતાના બીજા ગ્રુપમાં કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને રોમાંચક મુકાબલામાં ૨૮-૨૭થી હરાવ્યું છે.
ગ્રુપ-૩માં શુક્રવારે રમાયેલા પ્રથમ મુકાબલામાં ભારતે શાનદાર રમત બતાવી હતી અને પૂરી મેચ દરમિયાન પાકિસ્તાનની ટીમને લીડ બનાવતા રોકી હતી. પ્રથમ હાફમાં આક્રમક રમત બતાવતા ૧૫-૧૨થી લીડ બનાવી હતી. જો કે બીજા હાફમાં પાકિસ્તાનની ટીમે વાપસી કરતા ભારતને પોતાના કરતા આગળ જતા રોક્યું હતું. બીજા હાફમાં બંને ટીમોનો સ્કોર ૧૪-૧૪ પર રહ્યો હતો. આ પ્રકારે પ્રથમ અને બીજા હાફના આધારે ૨૮-૨૭થી લીડ સાથે મેચ પોતાના નામે કરી હતી.
આ પહેલા ભારતે મલેશિયાને ૪૫-૧૯થી હરાવ્યું હતું. પાકિસ્તાન સામેનો મુકાબલો જીત્યા બાદ હવે ભારતનો આગામી મુકાબલો રવિવારે ચીની તાઇપે સામે થશે.
૫. મહિલા કબ્બડી ટીમે જીત્યો સિલ્વર મેડલ
#AsianGames : Iran defeats India 27-24 in Women's Kabaddi finals. India will get the silver medal pic.twitter.com/CbqEVlkWv1
— ANI (@ANI) August 24, 2018
મહિલા કબ્બડીની ફાઈનલ મેચમાં ભારતીય મહિલા ટીમનો ઈરાન સામે પરાજય થયો છે. ફાઈનલમાં ઈરાને ભારતને ૨૭-૨૪થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો છે, જયારે ભારતીય મહિલા ટીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે.
