Surat News: શહેર નજીકના સણિયા ગામના ઔદ્યોગિક વિસ્તારમાં સર્પદંશની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. કારખાનું ખોલવા પહોંચેલા એક આધેડ પર અચાનક સાપે હુમલો કર્યો હતો. સાપે તેમના પગના ભાગે ઉપરાછાપરી બે વખત ડંખ (Surat Snake Bite) માર્યો હતો. જોકે, હુમલાથી ગભરાઈ જવાને બદલે કારખાનેદારે હિંમત અને સમયસૂચકતા બતાવી લાકડાના ફટકાથી સાપને મારી નાખ્યો હતો.
આટલેથી પણ વાત પૂરી થઈ નહોતી. કયા પ્રકારના સાપે ડંખ (Surat Snake Bite) માર્યો છે તેની ઓળખ થઈ શકે અને યોગ્ય સારવાર કરવામાં સરળતા રહે તે માટે કારખાનેદાર મૃત સાપને પ્લાસ્ટિકની થેલીમાં લઈને 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં થેલી ખોલતાં તેમાં મૃત સાપ હોવાનું સામે આવતા તબીબી સ્ટાફ પણ એક ક્ષણ માટે ચોંકી ગયો હતો.
Surat Snake Bite: કારખાનું ખોલતાં જ ખૂણામાંથી સાપ બહાર આવ્યો
મળતી માહિતી મુજબ, સરથાણા જકાતનાકા નજીકની મેઘ મલ્હાર સોસાયટીમાં રહેતા અશોકભાઈ વસરામભાઈ કોટડિયા સણિયા ગામના રૂડા ઇન્ડસ્ટ્રીઝમાં કારખાનું ચલાવે છે. રોજની જેમ તેઓ સવારે કારખાનાના બિલ્ડિંગના ચોથા માળે આવેલા પોતાના એકમ પર પહોંચ્યા હતા. દરમિયાન કારખાનાના એક ખૂણામાં છુપાયેલો સાપ અચાનક બહાર આવ્યો હતો અને અશોકભાઈના પગ પર હુમલો કર્યો હતો. સાપે તેમને એક નહીં પરંતુ ઉપરાછાપરી બે વખત ડંખ (Surat Snake Bite) માર્યો હતો.
લાકડાના ફટકાથી સાપને મારી નાખ્યો
અચાનક બનેલી ઘટનાથી અશોકભાઈ એક ક્ષણ માટે ગભરાઈ ગયા હતા, પરંતુ ત્યારબાદ તેમણે સાપ ફરી હુમલો ન કરે તે માટે તાત્કાલિક પગલું ભર્યું હતું. નજીક પડેલા લાકડાના ફટકાથી તેમણે સાપ પર સતત પ્રહાર કર્યા હતા. આ દરમિયાન સાપનું મોત થયું હતું. ત્યારબાદ અશોકભાઈએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને સારવાર માટે હોસ્પિટલ જવાની તૈયારી કરી હતી.
મૃત સાપને પ્લાસ્ટિકની થેલીમાં લઈને 108માં પહોંચ્યા
સર્પદંશના કિસ્સામાં કયા પ્રકારના સાપે ડંખ (Surat Snake Bite) માર્યો છે તે જાણવું સારવાર માટે મહત્વનું બની શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અશોકભાઈએ મૃત સાપને પ્લાસ્ટિકની થેલીમાં રાખ્યો હતો અને તે થેલી પોતાની સાથે જ હોસ્પિટલ લઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ તેઓ મૃત સાપ ભરેલી થેલી સાથે એમ્બ્યુલન્સમાં બેઠા હતા. ત્યારબાદ તેમને સીધા સહારા દરવાજા વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા.
Surat Snake Bite: થેલીમાં મરેલો સાપ જોઈ તબીબી સ્ટાફ પણ ચોંકી ગયો
હોસ્પિટલ પહોંચ્યા બાદ અશોકભાઈએ તબીબોને પોતાને સાપે ડંખ (Surat Snake Bite) માર્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે પોતાની સાથે લાવેલી પ્લાસ્ટિકની થેલી તબીબો સમક્ષ મૂકી હતી. થેલીની અંદર મૃત સાપ હોવાનું જોઈને ફરજ પર હાજર તબીબી સ્ટાફ પણ એક ક્ષણ માટે ચોંકી ગયો હતો. જોકે, ત્યારબાદ સાપની ઓળખ કરવામાં આવી હતી.
એન્ટિ-સ્નેક વેનમ સહિત સારવાર શરૂ
સાપની ઓળખ સ્પષ્ટ થયા બાદ તબીબોને દર્દીની સારવારની દિશા નક્કી કરવામાં સરળતા રહી હતી. અશોકભાઈને તાત્કાલિક એન્ટિ-સ્નેક વેનમ સહિતની જરૂરી સારવાર આપવામાં આવી હતી. હાલમાં અશોકભાઈ સ્મીમેર હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં સારવાર હેઠળ છે અને તબીબોની દેખરેખમાં તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
સ્મીમેરમાં સર્પદંશની 24 કલાક સારવાર
ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સર્પદંશ તેમજ શ્વાન કરડવાના દર્દીઓ માટે ચોવીસ કલાક સારવારની સુવિધા ઉપલબ્ધ છે. અહીં આવા દર્દીઓને નિઃશુલ્ક સારવાર ઉપરાંત જરૂરી ઇન્જેક્શન અને તબીબી સુવિધાઓ પણ આપવામાં આવે છે.
આ પણ વાંચો:અહીં 5 વર્ષથી સાપ દીકરીનો કરી રહ્યો છે પીછો, 11 વખત માર્યો ડંખ
