Not Set/ યુનિવર્સીટી નોટિસ બોર્ડ પર લખ્યું : ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ફરજીયાત બનાવો

ચંદીગઢ યુનિવર્સીટીના બોર્ડ પર લખવામાં આવેલી એક સૂચના વાયરલ થઇ ગઈ છે. આ નોટિસ બોર્ડ પર લખ્યું હતું કે જો કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડ વગર મળશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. યુનિવર્સીટીના લેટરહેડ પર લખાયેલી આ સૂચના યુનિવર્સિટીના નોટિસ બોર્ડ પર લગાવી દેવામાં આવી હતી. યુનિવર્સીટી પ્રશાસનને જયારે આની સૂચના મળી હડકંપ મચી ગયો […]

Top Stories India

ચંદીગઢ યુનિવર્સીટીના બોર્ડ પર લખવામાં આવેલી એક સૂચના વાયરલ થઇ ગઈ છે. આ નોટિસ બોર્ડ પર લખ્યું હતું કે જો કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડ વગર મળશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. યુનિવર્સીટીના લેટરહેડ પર લખાયેલી આ સૂચના યુનિવર્સિટીના નોટિસ બોર્ડ પર લગાવી દેવામાં આવી હતી. યુનિવર્સીટી પ્રશાસનને જયારે આની સૂચના મળી હડકંપ મચી ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે એક વિદ્યાર્થીએ દ્વારા આવી હરકત કરવામાં આવી હતી.

યુનિવર્સીટી પ્રશાસને નોટિસ બોર્ડ પર આ સૂચના લખવા વાળા વિદ્યાર્થીને યુનિવર્સીટી દ્વારા હાંકી કાઢવામાં આવ્યો છે. જણાવાઈ રહ્યું છે કે યુનિવર્સીટીના નોટિસ બોર્ડ પર એક સૂચના લગાવવામાં આવી હતી. આમાં લખવામાં આવ્યું હતું કે 13 ઓગસ્ટ સુધીમાં બધા વિદ્યાર્થીઓ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ બનાવી લે. આ સૂચના ખુબ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઇ હતી. યુનવર્સીટી પ્રશાસને આ હરકત પર નારાજગી દર્શાવતા તપાસ શરુ કરી હતી.

ડીન સ્ટુડન્ટ વેલફેર અરવિંદ સિંહે જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે એક વિદ્યાર્થીએ યુનિવર્સિટીના બોગસ લેટરહેડ પર બોગસ મેસેજ ટાઈપ કરીને નોટિસ બોર્ડ પર લગાવી દીધો હતો. એને યુનિવર્સીટીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે. એમણે જણાવ્યું કે વિદ્યાર્થી કમ્પ્યુટર એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં હતો. તેણે આ લેટરહેડ લોનના કન્ફર્મેશન માટે લીધું હતું. એણે યુનિવર્સિટીના આધિકારિક લોગોને કોપી કરીને સાદા કાગળથી લેટરહેડ બનાવી લીધું હતું.

એમાં વિદ્યાર્થીએ લખ્યું હતું કે જો આપવામાં આવેલી તારીખ બાદ કોલેજની અંદર કોઈ પણ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ વગર પકડાયું તો એને દંડ ફટકારવામાં આવશે.