Not Set/ ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં પોતાના ડેબ્યુ કરવા અંગે વૃષભ પંતે ખોલ્યું આ રાજ

નોટિઘમ, ભારતીય ટીમના વિકેટકીપર અને સ્ફોટક બેટ્સમેન વૃષભ પંતે નોટિઘમમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું, ત્યારે હવે ટેસ્ટ મેચમાં પોતાના પ્રદાર્પણ અંગે વૃષભ પંતનું એક નિવેદન સામે આવ્યું છે. વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંતે જણાવ્યું હતું કે, “ભારતીય –A ટીમની સાથે ઇંગ્લેન્ડના પ્રવાસથી તેઓને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુની સાથે સાથે ઝડપી અને […]

Trending Sports

નોટિઘમ,

ભારતીય ટીમના વિકેટકીપર અને સ્ફોટક બેટ્સમેન વૃષભ પંતે નોટિઘમમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું, ત્યારે હવે ટેસ્ટ મેચમાં પોતાના પ્રદાર્પણ અંગે વૃષભ પંતનું એક નિવેદન સામે આવ્યું છે.

વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંતે જણાવ્યું હતું કે, “ભારતીય –A ટીમની સાથે ઇંગ્લેન્ડના પ્રવાસથી તેઓને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુની સાથે સાથે ઝડપી અને બાઉન્સી પીચ પર બોલિંગનો સામનો કર્યાં બાદ સારા પ્રદર્શનમાં મદદ મળી છે”.

પંતે જણાવ્યું, “ઇંગ્લેન્ડમાં વિકેટકીપિંગ કરવું હંમેશા મુશ્કેલ હોય છે. હું છેલ્લા દોઢ મહિનાથી ઇંગ્લેન્ડમાં ભારતીય-A ટીમ માટે રમી રહ્યો છું, જેનાથી ઘણો ફાયદો મળ્યો છે”.

ભારતના નવા વિકેટકીપરે કહ્યું હતું કે, “હું નેટ પર અભ્યાસ કરી રહ્યો છું કે ઝડપી બોલરનો કેવી રીતે સામનો કરી શકાય અને તેનો મને ફાયદો મળી રહ્યો છે.

ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ડેબ્યુ અંગે તેઓએ કહ્યું, “આ એક શાનદાર મૌકો છે. હું IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં આ તમામ સાથે રમી ચુક્યો છું, પરંતુ દેશની વિરુધ રમવાનો અહેસાસ કઈક અલગ હોય છે. ટેસ્ટ ક્રિકેટ મારું સપનું છે”.

અત્રે ઉલ્લેખનિય છે કે, ઉત્તરાખંડના રુડકીથી આવીને રાજધાની દિલ્હીમાં ક્રિકેટ રમનારા વૃષભ પંત પોતાને મળેલી સફળતાનો શ્રેય ભારતીય – A ટીમના કોચ રાહુલ દ્રવિડ અને પોતાના બાળપણના કોચ તારક સિન્હાને આપ્યો છે. ૨૦ વર્ષીય પંતે ટ્રેન્ટબ્રિજમાં પોતાના પહેલી ટેસ્ટ ઇનિંગ્સમાં ૨૪ રન  અને બીજી ઇનિંગ્સમાં ૭ રન બનાવ્યા હતા.