ચેન્નઈ,
દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના પૂર્વ પ્રમુખ એમ કરૂણાનીધિના નિધન બાદ પાર્ટીની કમાનને લઇ જોવા મળી રહેલી અટકળોનો મંગળવારે અંત આવ્યો છે. તમિલનાડુના રાજકારણમાં ૪૯ વર્ષ બાદ નેતૃત્વ પરિવર્તન બાદ હવે DMK પાર્ટીની કમાન એમ કરુણાનિધિના પુત્ર એમ કે સ્ટાલિનના હાથમાં સોપવામાં આવી છે. આ ઉપરાંત પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાન સચિવ દૂરઈમુરુગનને પાર્ટીના ખજાનચી બનાવવામાં આવ્યા છે.
MK Stalin elected as President of Dravida Munnetra Kazhagam (DMK) at party headquarters in Chennai. #TamilNadu (Images source- Kalaignar TV) pic.twitter.com/TWrlVXDyDF
— ANI (@ANI) August 28, 2018
Chennai: MK Stalin pays tribute to CN Annadurai and M Karunanidhi after being elected as the President of Dravida Munnetra Kazhagam (DMK) at party headquarters. #TamilNadu pic.twitter.com/3tJ1iBylho
— ANI (@ANI) August 28, 2018
અત્રે ઉલ્લેખનીય છે કે, કરુણાનિધિને પોતાના જીવનકાળમાં જ પોતાના ઉત્તરાધિકારી સ્ટાલિન અને પુત્ર એમ કે અલાગિરી વચ્ચે સંઘર્ષથી રૂબરૂ થવું પડ્યું હતું. આ પહેલા સ્ટાલિનના વિરોધ બાદ કરુણાનિધિએ ૨૦૧૪માં અલાગિરીને પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા હતા.
Chennai: DMK passes a resolution at party's General Council meeting urging the Union government to confer Bharat Ratna to former Tamil Nadu M Karunanidhi. #TamilNadu pic.twitter.com/gUyaCcD9Kf
— ANI (@ANI) August 28, 2018
મોટા ભાઈ અલાગિરી સ્ટાલિન માટે છે સૌથી મોટો પડકાર
બીજી બાજુ જોવામાં આવી રહ્યું છે કે, DMKના નવા અધ્યક્ષ તરીકે સ્ટાલિનની પસંદગી થયા બાદ તેઓ સામે સૌથી મોટો પડકાર તેઓના ભાઈ અલાગિરી છે. કારણ કે તેઓ જો નવી પાર્ટી બનાવે છે તો સ્ટાલિનના વિરોધીઓનો અલાગિરીને મળી શકે છે.
આ વચ્ચે અલાગિરીએ ૫ સપ્ટેમ્બરના રોજ એક મોટી રેલીનું આયોજન પણ કર્યું છે. આ રેલીની સાથે સાથે તેઓ પોતાના અગામી ભવિષ્યનું એલાન પણ કરી શકે છે.
ખુશીથી ઝૂમ્યા DMKના સમર્થક
#TamilNadu: DMK workers in Coimbatore distribute sweets after MK Stalin was elected as the President of Dravida Munnetra Kazhagam (DMK) pic.twitter.com/V3annJ9cbn
— ANI (@ANI) August 28, 2018
ચેન્નઈ સ્થિત DMKના હેડક્વાર્ટરમાં પાર્ટીની બેઠકની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે બીજી બાજુ સ્ટાલિનના DMKના અધ્યક્ષ બનવાની ખુશીમાં ડૂબેલા સમર્થકો જમીનથી લઇ સોશિયલ મીડિયામાં એક-બીજાને શુભેચ્છા આપી રહ્યા છે. સોશિયલ મીડિયામાં #DMKThalaivarStalin મંગળવાર સવારથી ખુબ ટોપ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે.
DMKના નવા પ્રમુખ સ્ટાલિન સામે હશે આ પડકારો
એમ કરૂણાનીધિના નિધન બાદ રાજ્યમાં તેઓની વિરાસતને આગળ લઇ જવાનો પડકાર એમ સ્ટાલિન સામે છે. કરૂણાનીધિ મોટા-મોટા દિગ્ગજ જેવા કે પેરિયાર રામાસ્વામી. સી એન અન્નાદુરઈ, કામરાજ, એમ જી રામચંદ્રન, સી રાજગોપાલાચારી વચ્ચે પોતાની જગ્યા બનાવવમાં સફળ રહ્યા હતા. આ ઉપરાંત અગામી ચૂંટણીમાં પાર્ટીને સત્તામાં લાવવાનો એક પડકાર છે.
૨૦૧૯ લોકસભા ચૂંટણી
DMKના નવા પ્રમુખ એમ સ્ટાલિનની સૌથી મોટી અગ્નિ પરીક્ષા ૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણી છે. આ પહેલા સ્ટાલિનના નેતૃત્વમાં લાદવામાં આવેલી ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણી અને ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં હાર મળી હતી. ત્યારે હવે અગામી લ લોકસભા ચૂંટણીમાં પાર્ટીને પાછા લાવવા માટેની જવાબદારી સ્ટાલિનના હાથમાં છે.
સ્ટાલિન માટે આગામી પેટાચૂંટણી હશે લિટ્મસ ટેસ્ટ
૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા સ્ટાલિનના નેતૃત્વમાં પાર્ટીની પહેલી અગ્નિ પરીક્ષા રાજ્યમાં યોજાનારી પેટા ચૂંટણી છે. લોકસભાની ચૂંટણી પહેલા થીરુપરનકન્દ્રુમ અને તિરુવરુર વિધાનસભા સીટ પર યોજાનારી પેટા ચૂંટણી છે. આ પેટા ચૂંટણી માટે સ્ટાલિન માટે લિટ્મસ ટેસ્ટ સાબિત થઇ શકે છે. આ ઉપરાંત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે સંતુલન બનાવવાનો પણ પડકાર હશે.
રાજકારણમાં રજનીકાંત અને હસનની એન્ટ્રી
આગામી ચૂંટણી પહેલા તમિલનાડુમાં રાજ્યના બે સ્ટાર અભિનેતા રજનીકાંત અને કમલ હસન પોત પોતાની પાર્ટીઓ બનાવીને રાજ્યમાં એન્ટ્રી કરી ચુક્યા છે. આ સ્ટાર અભિનેતાઓના રાજ્યમાં ઘણા ફ્રેન્ડસ છે, જેનાથી તેઓ રાજકારણમાં પોતાની જગ્યા બનાવવાની કોશિશમાં છે. આ ઉપરાંત કેન્દ્રમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ તમિલનાડુ પોતાનીં વર્ચસ્વ ઉભું કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મહત્વનું છે કે, એમ કરૂણાનીધિએ પોતાના જીવતા જ જી વાઈકો જેવા પાર્ટીના દિગ્ગજ નેતાને પાછળ છોડીને સ્ટાલિન માટે રાજકારણમાં જગ્યા બનાવી હતી. પરંતુ આ દરમિયાન પૂરી સત્તા આપવામાં આવી ન હતી, પરંતુ વીટો પોતાની પાસે રાખ્યો હતો.
