Not Set/ લાલુ યાદવ ૧૧૦ દિવસ બાદ વધુ એકવાર જેલની શરણમાં, રાંચી કોર્ટમાં કર્યું સરેન્ડર

રાંચી, ઘાસચારા કૌભાંડના સાથે જોડાયેલા મામલે સજા ભોગવી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના સુપ્રિમો લાલુપ્રસાદ યાદવ હવે વધુ એકવાર જેલની શરણમાં પહોચ્યા છે. ગુરુવારે રાંચીની સ્પેશિયલ કોર્ટમાં લાલુ યાદવે સરેન્ડર કર્યું છે અને ત્યારબાદ કોર્ટ દ્વારા તેઓમેને બિરસા મુંડા જેલમાં મોકલવા માટે જણાવવામાં આવ્યું છે. આ સાથે તેઓ ૧૧૦ દિવસ બાદ જેલમાં […]

Top Stories India Trending

રાંચી,

ઘાસચારા કૌભાંડના સાથે જોડાયેલા મામલે સજા ભોગવી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના સુપ્રિમો લાલુપ્રસાદ યાદવ હવે વધુ એકવાર જેલની શરણમાં પહોચ્યા છે. ગુરુવારે રાંચીની સ્પેશિયલ કોર્ટમાં લાલુ યાદવે સરેન્ડર કર્યું છે અને ત્યારબાદ કોર્ટ દ્વારા તેઓમેને બિરસા મુંડા જેલમાં મોકલવા માટે જણાવવામાં આવ્યું છે. આ સાથે તેઓ ૧૧૦ દિવસ બાદ જેલમાં પાછા ફરશે.

કોર્ટમાં સરેન્ડર કરતા પહેલા લાલુ યાદવે કહ્યું હતું કે, “તેઓને ન્યાયપાલિકા પર પૂરો ભરોષો છે, જે પણ કોર્ટનો આદેશ હશે તેઓ તેનું પાલન કરશે. અમારી કોઈ ઈચ્છા નથી”. જો કે તેઓએ જણાવ્યું હતું કે, “રિમ્સ હોસ્પિટલમાં સુવિધાઓની કમી છે અને ત્યાં ઇન્ફેકશન ફેલાઈ રહ્યું છે”.

બિહારના પૂર્વ મુખ્યમંત્રીએ કોર્ટમાં સરેન્ડર કરતા પહેલા ગુરુવારે ઝારખંડ વિકાસ મોર્ચા (JVM)ના ચીફ બાબૂલાલ મરાંડી સાથે મુલાકાત કરી હતી.

લાલુ યાદવની સાથેની મુલાકાત બાદ બાબૂલાલ મરાંડીએ જણાવ્યું હતું કે, “રાજનીતિની કારણે ભાજપ લાલુપ્રસાદ યાદવનો શિકંજો કસી રહી છે. આ (ભાજપ) સરકારનું ચાલે તો તેઓ દલિતો પર અવાજ ઉઠાવનારા લોકો પર પણ ગોળીઓ ચલાવી શકે છે”.

દેશ તાનાશાહીના શાસન તરફ વધી રહ્યો છે આગળ 

પટના એરપોર્ટ પરથી રવાના થતા પહેલા આરજેડીના સુપ્રિમોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને  બિહારના વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમાર પર હુમલો બોલ્યો હતો. તેઓએ જણાવ્યું, “દેશ તાનાશાહીના શાસન તરફ આગળ વધી રહ્યો છે”.

બિહારમાં કાયદો અને વ્યવસ્થા અંગે જણાવતા તેઓએ કહ્યું, “રાજ્યમાં પૂરી રીતે અરાજકતાનો માહોલ છે. અહિયાં એક પણ દિવસ એવો નથી ત્યારે હત્યા, બળાત્કાર જેની ઘટનાઓ બનતી ન હોય”.

૧૦ મેના રોજ જેલમાંથી બહાર આવ્યા હતા લાલુ યાદવ 

અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ ૧૦ મેના રોજ પોતાના પુત્ર તેજપ્રતાપ યાદવના લગ્નમાં હાજરી આપવા માટે બહાર આવ્યા હતા. આ દરમિયાન લાલુ યાદવની તબિયત લથડવાના કારણે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

આ પહેલા તેઓ દ્વારા તબિયત નાદુરસ્ત હોવાના કારણે ઝારખંડ હાઈકોર્ટમાં જમાનત અવધી વધારવા માટે અરજી કરાઈ હતી, પરંતુ હાઈકોર્ટ દ્વારા તે ફગાવવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટ દ્વારા ૩૦ ઓગષ્ટના રોજ કોર્ટમાં સરેન્ડર કરવા માટે આદેશ આપ્યા હતા.