દિલ્લી.
દિલ્હી સરકારે શિક્ષણનાં માળખા અને વ્યવસ્થાની ખુબ વાતો કરતા હોય છે. પરંતુ તેમની શિક્ષણ વ્યવસ્થાની પોલ ત્યારે ખુલી જ્યારે સરકારી શાળાના વર્ગખંડના પ્લાસ્ટરનું પોપડું શિક્ષકના માથા પર પડ્યું હતું. આ અકસ્માતમાં, શિક્ષકનું માથું ફૂટી ગયું હતું અને નાકનું હાડકું તૂટી ગયું હતું.

હરી નગરના સર્વોદય કન્યા વિદ્યાલયમાં વર્ગ દસમાં શિક્ષક મમતા શર્મા સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા, તેમના પર અચાનક જ શાળાની છતનું પ્લાસ્ટરનું પોપડું પડ્યું હતું. આવી દુર્ધટના ઘટતા તાત્કાલિકપણે શિક્ષક મમતા શર્માને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જનરલ સેક્રેટરી સંજય દહિયાએ જણાવ્યું હતું કે, સરકારે તાત્કાલિક શાળાને સુધારવા અને દરેક શિક્ષકની સુરક્ષા માટે જવાબદારી લેવી જોઈએ.
