મુંબઈ
ગ્લેમર ઇન્ડસ્ટ્રીઝમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. હજી તો લોકો પ્રિયંકા અને નિકની સગાઇના સમાચારની ચર્ચાઓ કરવાનું બંધ જ પણ કર્યું નહતું અને એક અન્ય સગાઈના સમાચાર મળી આવ્યા છે. અરે.. અરે.. ગભારસો નહિ.આ વખતે કોઈ ફિલ્મ એક્ટ્રેસની સાગાઈ નહીં પરંતુ ટીવી એક્ટ્રેસે ખુશખબરી આપી છે.

આપને જણાવી દઈએ કે, આ ગુડ ન્યુઝ આપનારનું નામ છે અદિતિ ગુપ્તા. જણાવીએ કે આ ટીવી એક્ટ્રેસમાં લોકપ્રિય નામોમાનું એક નામ છે. ‘કિસ દેશ મે હૈ મેરા દિલ’, ‘કુબૂલ હૈ’ જેવી સીરીયલોમાં નજરે પડી ચુકેલ અદિતિ ‘ઈશ્ક્બાઝ‘માં પણ જોવા મળી ચુકી છે.

ટીવીની આ લોકપ્રિય એક્ટ્રેસે કબીર ચોપરા સાથે સગાઈ કરી છે. તેના પતિની પ્રોફાઇલ વિશે વધુ માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

સગાઈના કેટલાક ફોટો પણ અદિતિના નિકટના મિત્રો કરણ પટેલ, ક્રિસ્ટલ ડીસુઝા, કિશ્વર મર્ચેંટ, રિદ્ધિમા પંડિત દ્વારા જોવામાં મળ્યા હતા.

અદિતિ જેમણે પોતાના જીવનની આ સુંદર સફરની શરૂઆત કરી છે. તેમને ગયા વર્ષે સુધી લગ્ન અંગે વિચાર્યું પણ નહતું.. તેમણે કહ્યું હતું કે તેઓ લગ્ન વિશે આટલી જલ્દી વિચાર્યું પણ નહતું.

