મુંબઈ
બોલીવુડના હોટ કપલ ગણાતા બિપાશા બાસુ અને કરણસિંહ ગ્રોવર ફરી એકવાર સાથે ફિલ્મ કરવા જઈ રહ્યા છે. આ બન્ને કલાકારોની મુલાકાત ફિલ્મ ‘અલોન’ના સેટ પર થઈ હતી, ત્યારબાદથી બન્ને એકબીજાના પ્રેમમાં હતા અને બાદમાં લગ્નગ્રંથીથી જોડાઈ ગયા.
તેમણે એપ્રિલ 2016માં લગ્ન કર્યા. ત્યારે હવે રીયલ લાઈફની આ હોટ જોડી ફરી એકવાર રીલ લાઈફમાં પણ સાથે જોવા મળનાર છે. આ બન્નેએ બોલીવુડ ગાયક મિકા સિંહની ફિલ્મ આદત સાઈન કરી છે. ચર્ચા એવી ચાલી રહી છે કે ફિલ્મનુ શુટિંગ જુનમાં જ શરુ થવાનુ હતુ, પરંતુ કોઈ કારણસર તેને સપ્ટેમ્બર સુધી લંબાવવી દેવામાં આવ્યુ.

સાંભળવામાં આવી રહ્યુ છે કે, ફિલ્મના શુટિંગ માટે આ કપલ લંડન જવાનુ છે. આ ફિલ્મમાં બિપાશા બાસુ પોલીસની ભૂમિકામાં નજરે પડશે. તેમજ કરણસિંહ ગ્રોવરએનઆરઆઈ બિઝનેસમેનના પાત્રમાં નજરે પડશે. ફિલ્મની વાર્તા બિપાશાની સાથે પહેલા કેટલીક હિટ ફિલ્મ બનાવી ચુકેલ વિક્રમ ભટ્ટે લઘી છે. જેનુ નિર્દેશન ભૂષણ પટેલ કરશે.

આ પહેલા કરણસિંહ ગ્રોવર અને બિપાશા બાસુની ‘અલોન’ને પણ ભૂષણ પટેલે જ બનાવી હતી. સુત્રોનું કહેવુ છે કે, આ ફિલ્મ લંડનમાં 45 દિવસોમાં પુરી રીતે શુટ થઈ જશે. આ એક થ્રિલર ડ્રામા ફિલ્મ હશે, જે વર્ષના અંત સુધીમાં રીલીઝ પણ કરી દેવાશે.

