Not Set/ કલકત્તામાં માજેરહાટ બ્રિજનો એક ભાગ થયો ધરાશાયી, ઘટનામાં ૧નું મોત

કલકત્તા, પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તામાં એક ફ્લાઈઓવર ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, દક્ષિણી કલકત્તાના માજેરહાટ ફ્લાઈઓવરનો એક ભાગ તૂટી પડ્યો છે અને આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જયારે બ્રિજના કાઠમાળમાં અનેક લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. #SpotVisuals: Majerhat bridge in South Kolkata has collapsed. […]

Top Stories India Trending

કલકત્તા,

પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તામાં એક ફ્લાઈઓવર ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, દક્ષિણી કલકત્તાના માજેરહાટ ફ્લાઈઓવરનો એક ભાગ તૂટી પડ્યો છે અને આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જયારે બ્રિજના કાઠમાળમાં અનેક લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, ધરાશાયી થયેલા આ બ્રિજની નીચે ઘણા લોકો અને ગાડીઓ દબાયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. માજેરહાટ ફ્લાઈઓવર કલકત્તાના દક્ષિણ ભાગને ઉત્તર સાથે જોડે છે.

બીજી બાજુ ડિજાસ્ટર મેનેજમેન્ટ દ્વારા રાહત અને બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા NDRFની ૩ ટીમો મોકલવામાં આવી છે. આ ઉપરાંત સેનાની પણ મદદ માંગવામાં આવી છે. હજી સુધી આ ઘટનામાં મૃત્યુ પામનારા લોકો અંગે કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર, બ્રિજના કાઠમાળમાંથી અત્યારસુધીમાં બહાર કાઢવામાં આવેલા ત્રણ લોકોની હાલત ગંભીર જણાઈ રહી છે અને તેઓને નજીકની આર્મી ફિલ્ડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા પણ રાહત અને બચાવ કાર્ય ઝડપી કરવા માટે આદેશ આપ્યા છે. તેઓએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું, “સૌથી મહત્વનું એ છે કે ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરુ કરવામાં આવે અને સુનિશ્ચિત કરવામાં આવે કે તમામ લોકો સુરક્ષિત રહે”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “પહેલા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવશે અને ત્યારબાદ આ ઘટનાના કારણોની તપાસ કરવામાં આવશે”.

આ ઘટનાને રૂબરૂ જોનારા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, “આ ઘટનામાં ઘણા લોકોના દબાયા હોઈ શકે છે. બ્રિજના કાઠમાળમાં ઘણી ગાડીઓ દબાયા હોવાની આશંકા છે. અત્યારસુધીમાં ૩ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને તેઓની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, કલકત્તામાં હાલના સમયમાં બ્રિજ ધરાશાયી થવાની આ ત્રીજી ઘટના છે. આ પહેલા પણ એપ્રિલ, ૨૦૧૬માં કલકત્તામાં એક નિર્માણધીન બ્રિજ ધરાશાયી થવાના કારણે ૧૨થી વધુ લોકોના મોત થયા હતા જયારે અંદાજે ૧૦૦ લોકો ઘાયલ થયા હતા.