Not Set/ ક્રુરતાની હદ: રુંવાડા ઉભા થાય એવી તસવીરો, ફોઈએ દીધા માસૂમ ભત્રીજીને ગરમ ચીપિયાના ડામ

વિરમગામ, વિરમગામના ફૂલવાડી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર ફોઈએ અત્યાચાર ગુજાર્યો. ફોઈએ ભત્રીજી પર ગરમ ગરમ ચીપિયાના ડામ દીધા અને તેને માતાપિતાના ઘેર મૂકીને ફરાર થઈ ગઈ. માંડલના ઝાલોદમાં રહેતી બાળકીની ફોઈએ કોઈ અગમ્ય કારણોસર ત્રાસ ગુજાર્યો હતો. માતા પિતા બંને બહાર ગયા હોવાને કારણે હાલ તો પડોશી દ્વારા સારવાર માટે વિરમગામની ગાધી હોસ્પિટલમાં લઈ […]

Top Stories Ahmedabad

વિરમગામ,

વિરમગામના ફૂલવાડી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર ફોઈએ અત્યાચાર ગુજાર્યો. ફોઈએ ભત્રીજી પર ગરમ ગરમ ચીપિયાના ડામ દીધા અને તેને માતાપિતાના ઘેર મૂકીને ફરાર થઈ ગઈ.

માંડલના ઝાલોદમાં રહેતી બાળકીની ફોઈએ કોઈ અગમ્ય કારણોસર ત્રાસ ગુજાર્યો હતો. માતા પિતા બંને બહાર ગયા હોવાને કારણે હાલ તો પડોશી દ્વારા સારવાર માટે વિરમગામની ગાધી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે, દાલોદમાં રહેતી બાળકીની ફોઇ તારાબેનના ઘરે પાંચ દિવસ માટે બાળકી રહેવા ગઇ હતી. જોકે, ત્યાં ફોઇએ પાંચ વર્ષની માસૂમ બાળકીને ગરમ ચીપિયાના ડામ દીધા હતા.

 મળતી માહિતી પ્રમાણે દાલોદમાં રહેતી બાળકીની ફોઇ તારાબેનના ઘરે પાંચ દિવસ માટે બાળકી રહેવા ગઇ હતી. જોકે, ત્યાં ફોઇએ પાંચ વર્ષની માસૂમ બાળકીને ગરમ ચીપિયાના ડામ દીધા હતા.

ક્રૂર ફોઇએ બાળકીના ગુપ્તાંગ, હાથે, પગે, મોઢા ઉપર અને શરીરના અન્ય ભાગો પર ગરમ ચીપિયાના ડામ દીધા હતા.

 નિષ્ઠુર ફોઇએ બાળકીના ગુપ્તાંગ, હાથે, પગે, મોઢા ઉપર અને શરીરના અન્ય ભાગો પર ગરમ ચીપિયાના ડામ દીધા હતા.

ડામ દઇને નિર્મમ ફોઇ તારાબેને બાળકીને પિતાના ઘરે મુકીને ફરાર થઇ ગયા હતા. જોકે, ઘર બંધ હોવાથી સોસાયટીના લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઇને દોડી ગયા હતા.

 ડામ દઇને નિર્મમ ફોઇ તારાબેને બાળકીને પિતાના ઘરે મુકીને ફરાર થઇ ગયા હતા. જોકે, ઘર બંધ હોવાથી સોસાયટીના લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઇને દોડી ગયા હતા.

ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ વિરમગામ અને માંડલ પોલીસ તપાસ કરી રહી છે.