Not Set/ માનસરોવરની યાત્રા પર ગયેલા શિવ ભક્ત રાહુલ ગાંધીએ શેર કર્યું પોતાનું કૈલાશ જ્ઞાન

નવી દિલ્હી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગત શુક્રવારથી કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રા પર નીકળ્યા છે, ત્યારે તેઓએ પોતાની યાત્રાને લઇ કેટલાક અનુભવો શેર કર્યા છે. માનસરોવરની યાત્રા કરીને સૌભાગ્ય પામીને ખુશ છું A man goes to Kailash when it calls him. I am so happy to have this opportunity and to be able to share what […]

Top Stories India Trending

નવી દિલ્હી,

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગત શુક્રવારથી કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રા પર નીકળ્યા છે, ત્યારે તેઓએ પોતાની યાત્રાને લઇ કેટલાક અનુભવો શેર કર્યા છે.

માનસરોવરની યાત્રા કરીને સૌભાગ્ય પામીને ખુશ છું

સોમવારે માનસરોવરની યાત્રાને લઇ પોતાના આધ્યાત્મિક અનુભવો શેર કરતા ભોલે ભક્ત રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “કોઈ પ વ્યક્તિ ત્યારે જ કૈલાશ જઈ શકે છે, જયારે તેઓ બોલાવે છે. હું આ સૌભાગ્ય પામીને ખુશ છું”.

બીજી બાજુ કૈલાશ માનસરોવરના તળાવની દિવ્યતા અને ભવ્યતા અંગે તેઓએ જણાવતા વર્તમાન સરકાર પર પણ ઈશારો ઈશારોમાં નિશાન સાધ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “માનસરોવર તળાવનું પાણી ખુબ જ શાંત, સ્થિર અને કોમળ છે. આ તળાવ બધું જ અર્પણ કરે છે અને સામે કઈ પણ લેતા નથી. આ પાણીને કોઈ પણ ગ્રહણ કરી શકે છે. આ કોઈ જ ધૃણા નહિ. તેથી જ ભારતમાં આ તળાવને પૂજવામાં આવે છે”.

કૈલાશ મોકલે છે આમંત્રણ

રાહુલ ગાંધીએ પોતાની પવિત્ર યાત્રા અંગે લખ્યું કે, “આ સૌભાગ્ય તેને જ મળે છે જેઓ કૈલાસ બોલાવે છે. કોઈ પણ વ્યક્તિ ત્યારે જ કૈલાસ માનસરોવર જાય છે, જયારે તેઓ દ્વારા બોલાવવમાં આવે છે. આ સૌભાગ્ય પામીને હું ખુબ જ ખુશી અનુભવી રહ્યો છું”.

national-kailash mansarovar yatra -calls-rahul gandhi-tweeted-congress

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, “આ પવિત્ર અને ખુશીથી ભરેલી યાત્રા દરમિયાન હું એ જે જોયું, તે અંગે હું તમારી સાથે શેર કરતો રહીશ”.

અત્રે ઉલ્લેખનીય છે કે, કૈલાસ માનસરોવરની આ યાત્રા ૧૨ દિવસની છે અને તેઓ ૧૨ સપ્ટેમ્બરના રોજ યાત્રા પરથી પાછા ફરી શકે છે.

national-kailash mansarovar yatra -calls-rahul gandhi-tweeted-congress

બીજી બાજુ દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી પોતાને એક હિન્દુત્વનો ચહેરો તરીકે સાબિત કરવા માંગતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા મંદિરો, મઠ તેમજ ધાર્મિક સ્થળોની યાત્રા કરી રહ્યા છે.