દિલ્લી
પરમાણું હથિયાર બનવવામાં પાકિસ્તાન ભારતથી આગળ નીકળી ગયુ છે. મીડિયાના રીપોર્ટ પ્રમાણે હાલમાં ભારત વિશ્વમાં પરમાણું હથિયાર મામલે ૭ માં નંબર પર છે જયારે પાકિસ્તાન ૬ નંબર પર છે. પાકિસ્તાનના પરમાણું હથિયાર ભારત માટે ખતરારૂપ બની શકે છે.
હાલમાં પાકિસ્તાન ખુબ ઝડપથી પરમાણું હથીયાર બનાવી રહ્યું છે. વિશ્વની ઘણી એજન્સીએ એવો દાવો પણ કર્યો છે કે અત્યારે પાકિસ્તાન સાથે ૧૪૦ થી ૧૫૦પરમાણું હથિયારનો ભંડાર છે.

દુનિયાભરની એટોમિક કાર્યવાહી પર નજર રાખનારી એજન્સી ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટીસ્ટ પોતાના રીપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
આ રીપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૫ સુધીમાં પાકિસ્તાન સાથે પરમાણું હથિયારનો આંકડો ૨૨૦ થી ૨૫૦ સુધી પહોચી શકે તેમ છે.
આટલી પરમાણું તાકાતની સાથે તે દુનિયામાં પાંચમું સ્થાન લઇ શકે છે.

તમને જણાવી દઈએ કે અમેરિકા, રૂસ, ફ્રાંસ અને યુકે જેવા દેશ વધારે પરમાણું હથિયાર વિકસાવવા પર ખુબ ઓછું ધ્યાન આપી રહ્યા છે જયારે પાકિસ્તાન ભારત સાથે દુશ્મની નિભાવવા માટે આ રેસમાં આગળ વધવા માંગે છે.
‘ પાકિસ્તાની ન્યુક્લીઅર ફોર્સીસ ૨૦૧૮ ‘ નામની આ રીપોર્ટને હંસ એમ ક્રિસ્ટનસેન, રોબર્ટ એસ નોરીસ અને જુલિયા ડાયમંડે તૈયાર કર્યું છે.

આ રીપોર્ટમાં એવું પણ કીધું છે કે આશરે ૧૦ વર્ષોમાં પાકિસ્તાન ૩૫૦ પરમાણું હથિયાર સાથે દુનિયાની ત્રીજા નંબરની એટોમિક શક્તિ ધરાવતો દેશ બની શકે છે.
એટલું જ નહી પણ આ રીપોર્ટમાં પાકિસ્તાનના સેનાનો અડ્ડો અને એરફોર્સના સ્થળોની સેટેલાઈટ દ્વારા ફોટા પાડીને અભ્યાસ કર્યો છે. આ ફોટાઓના અભ્યાસ કર્યા બાદ એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાનમાં પરમાણું હથીયારનો ભંડાર વધારવાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. આ તૈયારી અન્ડરગ્રાઉન્ડ અડ્ડામાં થઇ રહી છે.

પાકિસ્તાન પરમાણું હથિયાર વધારવાને બદલે મિસાઈલોમાં વધારે ધ્યાન આપી રહ્યા છે. તો બીજી બાજુ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તે માત્ર ભારત સાથે પરમાણું યુદ્ધ કરવા માટે આ બધી તૈયારી કરી રહ્યું છે. સાથે જ તે પરમાણું શાસ્ત્રો માત્ર બતાવવા માટે જ નહિ પણ યુદ્ધના મેદાનમાં ભારત કરતા આગળ નીકળવા માટે પણ હથિયારોની તૈયારી કરી રહ્યું છે.
પાકિસ્તાનના આ કામે માત્ર ભારતને જ નહિ પણ દુનિયાના બીજા ઘણા લોકોને ચિંતામાં મૂકી દીધા છે. અમેરીકાને ચિંતા છે કે પાકિસ્તાન અને ભારતની લડાઈ કદાચ પરમાણું યુદ્ધ માટેના દરવાજા ન ખોલી મુકે.

તમને જણાવી દઈએ કે હજુ થોડા સમય પહેલા એક રીપોર્ટ આવ્યો હતો કે ચીન પાકિસ્તાનને પરમાણું મિસાઈલ બનવવામાં મદદ કરી રહ્યું છે.
જો વર્તમાન સમયની વાત કરવામાં આવે તો રેન્કિંગના મામલે પાકિસ્તાન અને ભારત કરતા પરમાણું હથીયાર મામલે રશિયા, અમેરિકા , ફ્રાંસ , ચીન અને યુકેનું નામ આવે છે. જયારે આ દેશો પછી ઇઝરાયલ અને ઉત્તર કોરિયાનો નંબર આવે છે.
