સુપ્રિમ કોર્ટે સંમતિથી બંધાયેલા સમલૈંગિક યૌનસંબંધોને ગુનાની શ્રેણીમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો.. આઇપીસીની કલમ 377 ની માન્યતાને પડકારતી અરજીઓ સુપ્રિમે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સમલૈંગિકતા હવે અપરાધ નથી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન નરીમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાની બંધારણીય બેંચે આ ચુકાદો આપ્યો છે.
આ પહેલા સુપ્રિમ કોર્ટે મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, તેઓ તપાસ કરશે કે શું જીવવાના મૌલિક અધિકારમાં ‘યૌન આઝાદીનો અધિકાર‘ સામેલ છે કે નહીં. ઉલ્લેખનીય છે કે 17 જુલાઈના રોજ સુપ્રિમ કોર્ટે 4 દિવસની સુનાવણી પછી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
વડોદરાથી મંતવ્ય ન્યૂઝના સંવાદાતાએ રાજપીપળાના ગે પ્રિન્સ અને લક્ષ્ય ટ્રસ્ટના અગ્રણી માનવેન્દ્ર સિંહ ગોહિલ સાથે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે વાતચીત કરી હતી. માનવેન્દ્ર સિંહ ગોહિલે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી એમને ખુબ ખુશી થઇ છે.
