કલકત્તા,
પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તામાં બુધવારે માજેરહાટ ફ્લાઈઓવરનો એક ભાગ તૂટી પડ્યો હતો અને આ ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યાં હતા, જયારે ૨૧ લોકો ઘાયલ છે.
More visuals from the spot where part of Majerhat bridge in South Kolkata has collapsed. #WestBengal pic.twitter.com/Jg75o9qFzI
— ANI (@ANI) September 4, 2018
બીજી બાજુ આ ઘટનાને લઇ રાજ્ય સરકાર પર ઘણા આરોપો લાગી રહ્યા હતા, ત્યારે હવે આ ઘટનાના બે દિવસ બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ દર્દનાક ઘટનાને લઇ મહત્વનું નિવેદન આપ્યું છે.
Primary report has been given by PWD chief engineer which suggests the bridge got affected due to metro construction work. Strong action will be taken against those found guilty, no one will be spared: West Bengal CM Mamata Banerjee on #MajerhatBridgeCollapse pic.twitter.com/HZoM1SR4Hu
— ANI (@ANI) September 6, 2018
મમતા બેનર્જીએ જાણાવ્યું હતું કે, “લોક નિર્માણ વિભાગના ચીફ એન્જિનિયરને આ ઘટનાની પ્રારંભિક તપાસ સોપવામાં આવી છે. જેમાં સામે આવ્યું છે કે, મેટ્રો નિર્માણ કાર્યના કારણે આ પુલને નુકશાન પહોચ્યું હતું”
તેઓએ વધુંમાં કહ્યું, “આ ઘટના માટે જે પણ જવાબદાર હશે તેઓ વિરુધ સખ્ત કાર્યવાહી કર વમ આવશે. કોઈને પણ છોડવામાં આવશે નહી”.
અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘટનાસ્થળે પહોચીને આંકલન કર્યું હતું અને ત્યારબાદ મૃતકોના પરિવારજનોને ૫ લાખ રૂપિયાની મદદ કરવાનું એલાન કર્યું હતું.
We are very worried. We are receiving information from the rescue team on ground(majerhat bridge collapse in Kolkata). We want to go back as soon as possible. There are no flights in the evening, we are unable to do so: West Bengal CM Mamata Banerjee in Darjeeling (file pic) pic.twitter.com/DJfU1QDEm2
— ANI (@ANI) September 4, 2018
આ પહેલા પણ મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા પણ રાહત અને બચાવ કાર્ય ઝડપી કરવા માટે આદેશ હતા. તેઓએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “સૌથી મહત્વનું એ છે કે ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરુ કરવામાં આવે અને સુનિશ્ચિત કરવામાં આવે કે તમામ લોકો સુરક્ષિત રહે”.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “પહેલા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવશે અને ત્યારબાદ આ ઘટનાના કારણોની તપાસ કરવામાં આવશે”.
Majerhat bridge in South Kolkata has collapsed. More details awaited. #WestBengal pic.twitter.com/9RFf7hrxCf
— ANI (@ANI) September 4, 2018
અત્રે ઉલ્લેખનીય છે કે, કલકત્તામાં હાલના સમયમાં બ્રિજ ધરાશાયી થવાની આ ત્રીજી ઘટના છે. આ પહેલા પણ એપ્રિલ, ૨૦૧૬માં કલકત્તામાં એક નિર્માણધીન બ્રિજ ધરાશાયી થવાના કારણે ૧૨થી વધુ લોકોના મોત થયા હતા જયારે અંદાજે ૧૦૦ લોકો ઘાયલ થયા હતા.
