મુંબઈ
સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન પછી બોલીવુડમાં આ વર્ષે બીજા એક ભવ્ય લગ્નની જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે. રીપોર્ટના જણાવ્યા પ્રમાણે જો બધું બરાબર હશે તો નવેમ્બરમાં જ રણવીર સિંહ અને દિપીકા પદુકોણ ઈટાલીમાં લગ્નગ્રંથીથી જોડાશે.

બોલીવુડમાં હાલ આ જોડીને લઈને નવી ખબર આવી છે કે તેઓ સિંધી રીતરિવાજ મુજબ લગ્ન કરશે. જો કે હાલ પણ આ બંને સ્ટાર પોતાના લગ્ન વિશે ઘણું સમજી વિચારીને બોલી રહ્યા છે. થોડા સમય પહેલા જયારે દિપીકાને લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કીધું કે, તમને લોકોને બહુ જલ્દી ખબર પડી જશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ઈટલીમાં થનારા આ લગ્નમાં તેમના પરિવાર સિવાય માત્ર નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવશે. લગ્ન કર્યા પછી ભારત પરત આવીને આ જોડી તેમના મિત્રો અને પરિવાર માટે એક ભવ્ય રીશેપ્સનનું આયોજન કરશે. એટલું જ નહી પરંતુ બંને પરિવાર લગ્નની તૈયારી કરી રહ્યા છે. જો બંનેમાંથી કોઈએ અત્યાર સુધી ઓફીસીયલ રીતે લગ્નની કોઈ જાહેરાત નથી કરી.

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા વર્ષોથી બંને સ્ટાર રિલેશનશિપમાં છે. સંજયલીલા ભણસાલીની ફિલ્મ ‘ રામલીલા ‘ પછી દીપિકા અને રણવીર એકબીજાની નજીક આવ્યા હતા. જાહેર તે બંનેની કેમેસ્ટ્રી સાચેમાં જોવા લાયક હોય છે એટલું જ નહી તેઓ એકબીજાના વખાણ પણ કરતા હોય છે. છેલ્લે તેઓ ભણસાલીની વિવાદિત ફિલ્મ ‘ પદ્માવત ‘ માં જોવા મળ્યા હતા.
