Not Set/ પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે પિતા-પુત્ર, અભિનવ બિન્દ્રાની બાયોપિકનું શુટિંગ શરૂ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર અને તેનો પુત્ર હર્ષવર્ધન કપૂર પ્રથમ વખત મોટા પડદા પર સાથે જોવા મળશે. આ બંનેએ નિર્માતા અને અભિનેતા અભિનવ બિન્દ્રાની બાયોપિકનું શૂટિંગ શરૂ કરી દીધું છે. જણાવી દઈએ કે અભિનવ 11 ઓગસ્ટ 2008 ના રોજ બીજિંગ ઓલંપિક રમતોના વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, […]

Uncategorized

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર અને તેનો પુત્ર હર્ષવર્ધન કપૂર પ્રથમ વખત મોટા પડદા પર સાથે જોવા મળશે. આ બંનેએ નિર્માતા અને અભિનેતા અભિનવ બિન્દ્રાની બાયોપિકનું શૂટિંગ શરૂ કરી દીધું છે. જણાવી દઈએ કે અભિનવ 11 ઓગસ્ટ 2008 ના રોજ બીજિંગ ઓલંપિક રમતોના વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રણ વર્ષના લાંબા સમય રાહ જોયા બાદ અનિલ કપૂરે ફિલ્મની જાહેરાત કરી છે, જેમાં હર્ષવર્ધન શૂટરનું પાત્ર ભજવશે. જ્યારે અનિલ આ ફિલ્મમાં અભિનવના પિતાની ભૂમિકા નિભાવતો જોવા મળશે.

અનિલ કપૂરે ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું, ‘શરૂઆત’. આ ફોટામાં પુત્ર હર્ષવર્ધન, અભિનવ બિન્દ્રા સાથે જોવા મળી રહ્યો છે.

સમાચાર અનુસાર આ ફિલ્મની વાર્તા અભિનવ બિન્દ્રાની ઓટોબાયોગ્રાફી ‘એ શોટ એટ હિસ્ટ્રી: માય ઓબ્સેસીવ જર્ની ટૂ ઓલિમ્પિક ગોલ્ડ એન્ડ બિયોન્ડ’ માંથી લેવામાં આવી છે.

આ પહેલા અનિલ કપૂર થોડા દિવસો પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ‘મલંગ’ માં જોવા મળ્યા હતા. તેમાં આદિત્ય રોય કપૂર, દિશા પાટની અને કૃણાલ ખેમુએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.