મુંબઈ
શાહિદ કપૂર એક બાજુ બીજીવાર પિતા બન્યાની ખુશી મનાવી રહ્યા છે. તો બીજી બાજુ તેમની ફિલ્મની ચર્ચા પણ જોર-શોરથી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ શાહિદ કપૂરની ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’નું સોંગ ‘હર હર ગંગે’ રિલીઝ કરવામાં આવ્યું છે.
આપને જણાવી દઈએ કે આ સોંગને અરિજીત સિંહે તેમનો અવાજ આપ્યો છે અને તેમનો એક અલગ જ અંદાજ આ ગીતમાં જોવા મળી રહ્યો છે. ગંગાના કિનારે ફિલ્માવવામાં આવેલ આ સોંગમાં અરિજીત સિંહનો અવાજ અને શાહિદની એક્ટિંગે સોને પે સુહાગા જેવું કામ કર્યું છે.
જુઓ વીડીયો…
આ સોંગ એવું છે કે કોઈ પણને ઈમોશનલ કરી શકે છે. ગીતમાં શાહિદ ગંગામાં ડૂબકી લગાવતા જોવા મળી રહ્યા છે અને તેમના એ દોસ્તને યાદ કરી ર્ય છે જે આત્મહત્યા કરી લે છે. આ સોંગ પહેલા આ ફિલ્મના ત્રણ સોંગ રિલીઝ કરવામાં આવ્યક છે. યાદ કરાવીએ કે આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે શ્રદ્ધા કપૂર પણ જોવા મળી રહી છે 21 સપ્ટેમ્બરના રોજ આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે.

