મગહર,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે ઉત્તર પ્રદેશની મુલાકાતે છે અને તેઓ આ દરમિયાન મગહર સ્થિત સંત કબીરની નગરીમાં પહોચ્યા હતા. મગહર પહોચીને તેઓએ સૌપ્રથમ કબીરને નમન કર્યા અને એમની મજાર પર ચાદર ચડાવી હતી.
સંત કબીરનો 620માં પ્રગટ્ય દિવસ નિમિત્તે મગહર પહોચેલા પીએમ મોદીએ સંત કબીર એકેડમીની આધારશીલા રાખી હતી. પરંતુ વડાપ્રધાન મોદીની આ યાત્રાના એક દિવસ પહેલા આ નગરીમાં પહોચેલા CM યોગી આદિત્યનાથ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
https://twitter.com/ANINewsUP/status/1012204968831520769
બુધવારે CM યોગી આદિત્યનાથ મગહરમાં પીએમની યાત્રાને લઇ તૈયારીઓને ચકાસવા માટે પહોચ્યા હતા. આ દરમિયાન તેઓ સંત કબીરની મજાર પર પહોચ્યા, તે દરમિયાન ના સંરક્ષકે એમને કબીર ટોપી પહેરાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓએ આ ટોપી પહેરવાનો ઇનકાર કર્યો હતો.
નરેન્દ્ર મોદી પણ ટોપી પહેરવા માટે કરી ચુક્યા છે ઇન્કાર

આ પહેલા દેશના વર્તમાન વડાપ્રધાન અને ૨૦૧૧માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ ટોપી પહેરવા માટે ઇન્કાર કરી ચુક્યા છે.
સપ્ટેમ્બર, ૨૦૧૧માં જ્યારે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં એકતા, સમૃદ્ધિ અને શાંતિ માટે ૭૨ કલાકના ઉપવાસ કર્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત રહેલા મૌલાનાએ તેમણે મુસ્લિમ સ્કુલ કેપ પહેરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ દરમિયાન તેઓએ ઇન્કાર કર્યો હતો.
